કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સમોડા- ગણવાડા ખાતે“વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઈ”..

પાટણ તા.20
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સમોડા-ગણવાડા ખાતે શુક્રવારે ૨૮મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યાજાઈ હતી. આ મીટીંગમાં અધ્યક્ષ સ્થાને સરસ્વતી ગ્રામ વિધાપીઠ, સમોડા–ગણવાડાના પ્રમુખ જગદીશભાઈ પટેલ,સંસ્થાના નિયામક મનુભાઈ એલ.પટેલ, ટ્રસ્ટીબાબુભાઈ પટેલ,બદ્દીશભાઈ રાવલ તેમજ વિસ્તરણ શિક્ષણ નિયામક,સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના પ્રતિનિધિ પી.ટી.પટેલ,જિલ્લા ખેતીવાડી અધિકારી મયંકભાઈ, નાયબ બાગાયત નિયામક નરેન્દ્રભાઈ ચૌધરી,નાબાર્ડ બેંકના ડી.ડી.એમ, રાકેશ વર્મા, જી.એન.એફ.સી. કંપનીના પ્રતિનિધિ અજયભાઈ માંગુકીયા, જી.એસ.એફ.સી. કંપનીના પ્રતિનિધિ મનીષભાઈ તથા પ્રગતિશીલ ખેડુતો અને ખેડુત મહીલાઓ મોટી સંખ્યામાં મીટીંગમાં હાજર રહીને કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

મીટીંગમાં ઉપસ્થિત તમામજીલ્લા કક્ષાના અધિકારીઓએ ખુબજ રસપૂર્વક ભાગ લીધેલ.
કેન્દ્રના સિનીયર સાયન્ટિસ્ટ અને વડા ઉપેશકુમારે કે.વિ.કે.ની પ્રવૃતિઓ વિશે તમામ સભ્યોને માહીતગાર કરેલ. ત્યારબાદ દરેક વિષય નિષ્ણાતે પાતાના વિભાગનો વર્ષ–૨૦૨૨નો પ્રગતિ અહેવાલ તથા આગામી વર્ષ–૨૦૨૩નો એકશન પ્લાન વૈજ્ઞાનિક સલાહકાર સમિતિ સમક્ષ રજૂ કર્યો હતો.

અંતમાં મીટીંગમાં હાજર રહેલ તમામ સભ્યોએ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની પ્રવૃતિઓને અસરકારક બનાવવા માટે ખુબજ સુંદર સુચનો આપ્યા હતા અને કૃષિ અને પશુપાલન ક્ષેત્રે મહીલાઓનો ફાળો તથા પશુપાલન ક્ષેત્રે વૈજ્ઞાનિક ઢબે પશુપાલન ઉછેર કરવા માટે પ્રોત્સાહીત કર્યા હતા.માનવ જીવનમાં પોષણ અને આહારનું મહત્વ તેમજ ખેત પેદાશો માંથી મુલ્યવર્ધન કરીને વધુ આવક મેળવવા માટેની તજજ્ઞતા ઉપર માર્ગદર્શન આપેલ. અંતમાં હાજર રહેલ તમામ સભ્યોને કેન્દ્રના સિનીયર સાયન્ટિસ્ટ અને વડાઉપેશકુમારે આભાર પ્રગટ કરી મીટીંગની પુર્ણાહુતી કરવામાં આવેલ હતી.