પાટણ ના ઉઝા હાઈવે પર ખાનગી કોમ્પલેક્ષ મા મંજૂરી વગર સ્કૂલ શરૂ થાય તે પહેલા જ વિવાદ સજૉયો..

શૈક્ષણિક કચેરીનાં અધિકારીઓએ તપાસ નો ધમધમાટ શરૂ કર્યો..

મંજૂરી વગર પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હશે તો રાઈટ ટુ એજયુકેશન ની કલમ 18 મુજબ કાર્યવાહી કરાશે:ડીપીઓ.

પાટણ તા.20
પાટણના શૈક્ષણિક આલમમાં ખળભળાટ મચી જાય તેવી ઘટના શુક્રવારે સામે આવી છે. તાજેતરમાં જ મહેસાણામાં પૂર્વ મંજુરી વગર પરપ્રાંતિય ઇસમ દ્વારા બનાવવામાં આવેલી ખાનગી શાળાનો પર્દાફાશ થયા બાદ આ ઇસમ પોબારા ભણી ગયો હોવાનું બહાર આવ્યુ હતું. ત્યારે પાટણ ઊંઝા હાઇવે સ્થિત આવેલ એક કોમ્પલેક્ષમાં જ આવી એક ખાનગી શાળા પૂર્વ મંજુરી વગર શરુ થતી હોવાની ગતિવિધીઓના સમાચાર પાટણની શૈક્ષણિક કચેરીને મળતા અધિકારીઓની ટીમ દોડતી થઇ ગઇ છે. જાણવા મળતી માહિતી મુજબ પાટણ ઊંઝા હાઇવે સ્થિત હાંસાપુર ડેરી સામે આવેલ શાશ્વત કેર નામના કોમ્પલેક્ષમાં કોઇ પરપ્રાંતિય કિશ્ચિયન જાતીનો ઇસમ પાટણ ડી.ઓ. અને ડીપીઓ કચેરીની પુર્વ મંજુરી વગર ખાનગી શાળા ખોલવાની ગતિવિધીઓ શરુ કરી હોવાનું બહાર આવતા પાટણના શિક્ષણ આલમમાં ખળભળાટ મચી ગયો છે. આ ઇસમ દ્વારા ચૈતન્ય ટેકનો સ્કુલ નામની ખાનગી શાળા પરવાનગી વગર શરુ કરી તેમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની કામગીરી પણ શરુ કરવામાં આવી છે જો કે શિક્ષણ વિભાગની કોઇપણ જાતની પરવાનગી વગર બાળકોના પ્રવેશ પ્રક્રિયાને લઇ તેમના ભવિષ્ય સાથે ચેડા થઇ રહયા છે ત્યારે સમગ્ર ઘટના સામે આવતા આજે પાટણમાં શિક્ષણક્ષેત્રે સંકળાયેલા કેટલાક જાગૃત નાગરીકો દ્વારા તેની તપાસ હાથ ધરી પાટણ જીલ્લા ડીપીઓ કચેરીને જાણ કરતા અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળી રહયું છે..


આ બાબતે પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નેહલ રાવલે જણાવ્યું હતું કે પાટણ શહેરના હાઈવે વિસ્તારમાં ચૈતન્ય ટેકનો સ્કૂલ નામની ખાનગી શાળા ને કોઈ પણ પ્રકારની મંજૂરી ન હોવા છતાં તે શાળા સંચાલકો દ્વારા વિધાર્થીઓ ને પ્રવેશ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું કેટલાક જાગૃત વાલીઓ દ્વારા ધ્યાન દોરવામાં આવતા અમોએ તપાસ હાથ ધરી છે જો તપાસ મા આ શૈક્ષણિક સંસ્થા દ્વારા મંજૂરી વગર પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી હશે તો રાઈટ ટુ એજયુકેશન ની કલમ 18 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવુ જણાવ્યું હતું.