પાટણ શહેરના અંબાજી નેળીયા વિસ્તારમાં છેલ્લા એક માસથી ખોદાયેલા રોડનું નવીનીકરણ હાથ નહીં ધરાતા લોકો પરેશાન..

કોન્ટ્રાક્ટર દ્વારા માગૅ નુ ખોદકામ કરી કામગીરી બંધ કરી દેવાતા વિધાર્થી
ઓ,વેપારીઓ, રહિશો મુશ્કેલીમાં મુકાયાં..

શૈલજા બંગલોઝમાં રહેતા રહીશે પાલિકા તંત્રને આ રોડની કામગીરી તાત્કાલિક કરવા માગ કરી.

પાટણ તા.20
પાટણ નગરપાલિકા દ્વારા વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં બાકી રહેલા રોડ રસ્તા ના કામો શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે છેલ્લા એક મહિનાથી કોન્ટ્રાક્ટર દ્વારા પાટણ શહેરના અંબાજી નેળીયા વિસ્તારમાં શૈલજા બંગ્લોઝ થી લઈને જેસલ પાર્ક ગેટ નંબર છ સુધી ના જુના માર્ગ નું ખોદકામ કર્યા બાદ આજ દિન સુધી નવીન રોડ બનાવવાની કામગીરી હાથ નહીં ધરાવતા અને આ વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યા સર્જાતા આ વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.

તો આ માર્ગ પરથી પસાર થતા શાળાના વિદ્યાર્થીઓ સહિત વેપારીઓ અને રાહદારીઓને અનેક યાતનાઓ ભોગવી પડી રહી છે. આ બાબતે વિસ્તારના રહીશો દ્વારા પાલિકાના સત્તાધિશો સહિત આ વિસ્તારના કોર્પોરેટરોનું અનેક વખત ધ્યાન દોરવા છતાં તંત્ર દ્વારા રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરને કોઈપણ પ્રકારની સૂચનાઓ નહીં આપીને કોન્ટ્રાક્ટરો સાથેની પાલિકા સત્તાધીશો ની મિલીભગતની પ્રતીતિ કરાવતી હોવાની બાબતને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.


ત્યારે શૈલજા બંગ્લોઝમાં રહેતા રાજુભાઈ ત્રિવેદીએ કોન્ટ્રાક્ટર દ્વારા આ રોડ તાત્કાલિક ધોરણે બનાવવાની કામગીરી નો આરંભ કરવામાં આવે તેવી પાલીકા સતાધીશો પાસે માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે.