પાટણની લોર્ડ ક્રિષ્ના સ્કૂલના વિધાર્થીઓએ મૂકબધિર વિધાર્થીઓ સાથે સંગોષ્ઠિ યોજી..

પાટણ તા.20
પાટણની લોર્ડ ક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સ ખાતે બહેરા મૂંગા ની શાળા માંથી આવેલા 49 વિધાર્થીઓ સાથે શુક્રવારે સંગોષ્ઠિ યોજી મુકબધિર વિધાર્થીઓની વૈચારિક શક્તિને બિરદાવી હતી. શરૂઆતમાં મૂકબધિર વિધાર્થીઓએ પ્રાર્થના કરી હતી. ત્યારબાદ “યે દુનિયા એક દુલ્હન” દેશભક્તિના ગીત પર નૃત્ય કરી વિવિધ પ્રકારના સરવાળા, બાદ બાકી તેમજ પોતાના નામ, પરિચય સુંદર રીતે કરી બતાવ્યા હતા.


આ ઉપરાંત જાતે બનાવેલ વિવિધ પ્રકારના તોરણ આસન વગેરેનું પ્રદર્શન વિધાર્થીઓએ નિહાળ્યું હતું. શાળા પરિવાર તરફથી શિક્ષકોને મોમેન્ટ તેમજ વિધાર્થીઓને કીટ અપાઈ હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા લગધીરભાઈ દેસાઇએ વિધાર્થીઓને કાર્ય પ્રણાલી વિષે જણાવ્યુ હતું. મૂકબધિર શાળાના સિનિયર શિક્ષક અનિતાબેન દવે પ્રવચનમાં શું બોલાય છે. અન્ય ટીચરો શું બોલ્યા છે તેની શાબ્દિક રજૂઆતને હાથના હાવભાવથી સુંદર રીતે સમજાવી હતી.


આ સંગોષ્ઠિ કાર્યક્રમ મા સીમાબેન માખીજા, રીટા બેન જનસારી, વ્રજભાઈ મોદી સહિત ના શિક્ષકોએ વિધાર્થીઓની કાર્ય પ્રણાલી વિષે સમજ આપી હતી.આ પ્રસંગે શાળા ના મેનેજિંગ ટ્રસ્ટી અમિતભાઈ પટેલ શાળાના પ્રમુખ, દિનાબેન પટેલ, માધ્યમિક વિભાગ ના આચાર્ય કિશોરભાઇ રામી તેમજ પ્રાથમિક વિભાગના તન્વીબેન મોદી સહિત સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.