કેનરા બેંક અને રોટરી કલબ પાટણ સીટી દ્વારા નોરતા ગામે જરૂરિયાત મંદ પરિવાર ના બાળકો ને સ્વેટર વિતરણ કરાયું..

પાટણ તા. 20
પાટણ તાલુકાના નોરતા ગામમાં આવેલ દોલતરામ મહારાજના આશ્રમ ખાતે શુક્રવારે કેનેરા બેન્ક અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાત બાળકોને શિયાળાની કડકડતી ઠંડીથી રક્ષણ મળે તે માટે ગરમ સ્વેટર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમમાં સંત શિરોમણી દોલતરામ મહારાજ સવિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા. ગામમાં આવેલી ચાર જેટલી ઓગણવાડીના 200 જેટલા બાળકોને ગરમ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કેનરા બેંકના મેનેજર, રિલાયન્સ ફાઉન્ડેશનના મુકેશભાઈ દેસાઈ પાટણ સીડીપીઓ ઉર્મિલાબેન પટેલ, સુપરવાઇઝર નયનાબેન પટેલ સહિત આંગણવાડી કાર્યકરો અને મોટી સંખ્યાનો ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.