હારીજ કુકરાણા માઈનોર કેનાલમાં પાણી છોડવાની માગસાથે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન..

રવિ પાક બચાવવા પાણી ની આવશ્યકતા ખૂબ જ જરૂરી બની છે : ખેડૂતો..

પાટણ તા. 21
હારીજના કુકરાણા પાસે
થી પસાર થતી નર્મદા માઇનોર કેનાલમાં રવિ પાકના સિઝન માટે પાણી છોડવામાં આવે તેવી ખેડૂતો દ્વારા ઉગ્ર માગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.

હારીજ પંથકમાં ખેડૂતો દ્વારા હાલમાં રવિ સીઝનનું વાવેતર કરવામાં આવ્યું હોય સિંચાઈના પાણી માટે તાતી જરૂરિયાત વચ્ચે માઇનર કેનાલો ખાલી ખમ પડી હોય ખેડૂતોને સિંચાઈના પાણી માટે ભારે મુશ્કેલી પડી રહી છે.

ત્યારે ખેડૂતો દ્વારા માઇનોર કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને તાત્કાલિક ધોરણે કુકરાણા થી પસાર થતી માઇનોર કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.