પાટણ જિલ્લા આચાર્ય સંઘનું 24 મુ શૈક્ષણિક વહિવટી અધિવેશન યોજાયું..

આચાર્ય સંઘના પૂવૅ પ્રમુખ સહિત ના નિવૃત આચાર્યો અને પરિવાર ના તેજસ્વી બાળકો ને સન્માનિત કરાયા..

પાટણ તા. 21
પાટણ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય સંઘ અને જિલ્લા શિક્ષણાધિ
કારીની કચેરી પાટણના સંયુક્ત ઉપક્રમે ૨૪મું શૈક્ષણિક વહીવટી અધિવેશન જગતજનની મા અંબાના સાનિંધ્યમાં અંબાજી ખાતે યોજવામાં આવ્યું હતું.


આ ધિવેશનમાં પાટણ જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરી,બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી નરેન્દ્રસિંહ ચાવડા,ગુજરાત આચાર્ય સંઘના મહામંત્રી ઉમેશભાઈ પટેલ,જિલ્લા શિક્ષણાધિકારી કચેરી,પાટણના ડૉ.સુરેશભાઈએસ.પટેલ,કચેરીના ઇ.આઇ. ડૉ.મધુબહેન દેસાઈ, શ્રીમતી અનિષાબેન પ્રજાપતિ , ભરતભાઈ પટેલ તેમજ જિલ્લા રોજગાર અધિકારી પાટણ એચ.એચ.ગઢવી સહિત ના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રસંગે આચાર્ય સંઘના પૂર્વ પ્રમુખ હસમુખભાઈ પટેલ,તેમજ વય નિવૃત્ત આચાર્ય પ્રહલાદભાઈ પટેલ,
ડાહ્યાભાઈ પટેલ,એમ.આઇ પઠાણનું વયનિવૃત્તિ સન્માન સાથે આચાર્યોના તેજસ્વી સંતાનોનું ઉપસ્થિત મહાનુભાવો દ્રારા સન્માન કરવામાં આવ્યું હતું .

અધિવેશનના બંને સત્રમાં તજજ્ઞ વક્તાઓ દ્વારા વહીવટી તથા શાળા સંચાલનમાં આચાર્યની ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવેલ.સમગ્ર અધિવેશનના કાર્યક્રમના ઉદ્ઘોષક તરીકે અજીતભાઇ ભાલૈયા, અરવિંદભાઈ દેસાઈ,
રમેશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવેલ.સમગ્ર અધિવેશન ને સફળ બનાવવા પાટણ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ ડૉ.મનીષભાઈ પટેલ,મહામંત્રી દીપકભાઈ બારોટ તથા કારોબારી સભ્યોએ જહેમત ઊઠાવી હતી.