પાટણ માં કાયૅરત ભૂગર્ભ ગટર નો ઉપયોગ બિન જરૂરી ચિજ વસ્તુ ના નિકાલ માટે કરાતો હોવાને લીધે સમસ્યા સજૉઈ છે : ભૂગર્ભ ગટર ચેરમેન..

શહેરના સુભાષચોક વિસ્તાર માં છેલ્લા ત્રણ દિવસ થી ચોક અપ બનેલી ભૂગર્ભ ગટરની ગંદકી માગૅ પર રેલાતા લોકો પરેશાન..

ભૂગર્ભ ગટર નો ઉપયોગ બિન જરૂરી ચિજ વસ્તુઓ ના નિકાલ માટે ન કરવા શહેરીજનોને અપીલ કરાઈ..

પાટણ તા. 21
પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં કાયૅરત કરવામાં આવેલ ભૂગર્ભ ગટરો નો શહેરીજનો બિન જરૂરી ચિજ વસ્તુઓ નાખવા માટે ઉપયોગ કરતા હોવા ના કારણે અવાર નવાર શહેર ના વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ચોક અપ બનવાની સમસ્યાઓ ઉભી થતી હોય છે જેના કારણે ભૂગર્ભ ના દુષિત પાણી માગૅ પર રેલાતા શહેરીજનોને ગંદકી સાથે અસહ્ય દુગૅધ નો સામનો કરવો પડતો હોય છે ત્યારે શહેર ના સુભાસચોક વિસ્તાર માં છેલ્લા ત્રણ દિવસથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા ને કારણે આ માગૅ પર થી પસાર થતાં રાહદારીઓ તેમજ વાહન ચાલકો સહિત વિસ્તારોના લોકો પરેશાન થઇ રહ્યા છે.

તો આ વિસ્તારનગરપાલિકા ના પ્રમુખ નો હોવા છતાં ઉભરાતી ભૂગર્ભ ની ગંદી ગટર ની ત્રણ ત્રણ દિવસ થવા છતાં સફાઈ કામગીરી હાથ ધરવામાં નહિ આવતા આ વિસ્તાર ના લોકો મા રોગચાળો ફેલાવાની ભીતી સાથે પાલિકાના સતાધીશો પ્રત્યે રોષ ઉદભવવા પામ્યો છે.

તો શહેર ના વિવિધ વિસ્તારોમાં અવાર નવાર ચોક અપ બનતી ભૂગર્ભ ગટર ની સમસ્યા બાબતે પાલિકાના ભૂગર્ભ ગટર શાખા ના ચેરમેન જયેશભાઈ પટેલે જણાવ્યું હતું તે પાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાની ભાવના સાથે શહેરમાં ભૂગર્ભ ગટર યોજના કાયૅરત બનાવવામાં આવી છે પરંતુ કેટલાક લોકો આ ભૂગર્ભ ગટર નો ઉપયોગ બિન જરૂરી ચિજ વસ્તુ ના નિકાલ માટે કરતાં હોવાની સાથે કેટલાક વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ના જોડાણ આપવાના બાકી હોવા છતાં લોકો ઉતાવળે પોતાનું ભૂગર્ભ ગટર જોડાણ વિસ્તાર માથી પસાર થતી ભૂગર્ભ ગટર લાઈનમાં પાલિકાની જાણ બહાર કરી દેતા હોવાના કારણે શહેરમાં આ ભૂગર્ભ ગટર ચોક અપ બનવાની સમસ્યા સજૉતી હોવાનું જણાવ્યું હતું અને તેઓએ શહેરીજનોને અપીલ પણ કરી હતી કે ભૂગર્ભ ગટર નો ઉપયોગ બિન જરૂરી ચિજ વસ્તુ ના નિકાલ માટે નહિ કરી પાલિકા ને તેમજ પબ્લિકની મુશ્કેલીઓ ન વધારવી જોઈએ તે દરેક નાગરિક ની પ્રથમ ફરજ છે.