પાટણ તાલુકાના બાલીસણા સ્કૂલોના વિધાર્થીઓને મિષ્ટ ભોજન પિરસાયું..

ગુજરાત પ્રદેશ ભાજપના પૂવૅ મહામંત્રી સહિત ના મહાનુભાવો એ પોતાના હાથે વિધાર્થીઓને ભોજન પિરસ્યુ..

પાટણ તા. 21
પાટણ‌ તાલુકાના
બાલીસણા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શનિવાર ના રોજઅંબારામભાઈ ધર્માભાઈ પટેલ હાલ અમેરિકા સ્થિત અને મફતભાઈ ધર્માભાઈ પટેલ તેમજ પૂર્વ આચાર્ય વિનોદભાઈ પટેલ દ્વારા બાલીસણા સ્કૂલોના બાળકોને મિષ્ટ ભોજન પિરસવામાં આવ્યુ હતુ.


આ સેવા કાર્યના પ્રસંગમાં ગુજરાત પ્રદેશ ભાજપના પૂવૅ મહામંત્રી કે.સી.પટેલ સહિતના મહાનુભાવો એ ઉપસ્થિત રહી વિધાર્થીઓ ને પોતાના હાથે ભોજન પિરસી સેવા પ્રવૃતિમા સહીયોગી બન્યા હતા.
આ પ્રસંગે આગેવાનો દ્રારા કે. સી. પટેલ નું શાલ ઓઠાડી સન્માન કરવામાં આવ્યું હતું.