પાટણ જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતીની કલેકટર ના અધ્યક્ષ સ્થાને બેઠક મળી.

સરકારી યોજનાઓ જન-
જન સુધી પહોંચે તે પ્રકાર
ની સુચારુ વ્યવસ્થા ગોઠવવા કલેકટર ની તાકિદ.

પાટણ તા. 21
જિલ્લા સેવા સદનના નવા કોન્ફરન્સ હોલ ખાતે વર્ષની પ્રથમ જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતીની બેઠક શનિવારે કલેકટર ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.આ બેઠકમાં જિ. પંચાયત નાં પ્રમુખ ભાનુમતીબેન મકવાણા અને ચાણસ્મા ના ધારસભ્ય દિનેશજી ઠાકોર તેમજ જિલ્લાના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિતિ રહયા હતા.


આ બેઠકમાં જિલ્લામાં સરકારી યોજનાઓને લગતા તમામ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી દ્રારા સરકારી કચેરીઓમાં પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આગામી સમયમાં શું આયોજન છે તે માટેની ચર્ચા કરી હતી.જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતીની બેઠકમાં ધારાસભ્યના પ્રશ્નો તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા સંલગ્ન વિભાગને પુછાયેલા પ્રશ્નોનો અધિકારીઓ દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો.બેઠકમાં લાભાર્થીઓને મળતી વિવિધ કીટ બાબતના પ્રશ્નો, વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃતિના પ્રશ્નો, એટ્રોસીટી એક્ટ હેઠળ નોંધાયેલા ગુન્હાઓની વિગતો તેમજ તે બાબતે થયેલ કાર્યવાહીની વિગતો કલેક્ટર દ્વારા સંલગ્ન અધિકારીઓ પાસેથી મેળવવામાં આવી હતી. તદઉપરાંત મહત્વની યોજનાઓ જેમ કે, જલ જીવન મિશન, આયુષ્યમાન યોજના, પી.એમ ગ્રામ સડક યોજના, ચાઈલ્ડ લેબર તેમજ અમૃત સરોવર મુદ્દે શું કામો કરવામાં આવ્યા તેની વિગતો કલેક્ટર દ્વારા મેળવવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર દ્વારા અધિકારીઓને જરૂરી સુચનો પણ કરવામાં આવ્યા હતા.જિલ્લા સંકલનની બેઠકમાં સરકારી કચેરીઓમાં પડતર પ્રશ્નોનો ઝડપી નિકાલ થાય તે માટે તમામ અધિકારીઓને જીલ્લા કલેકટર દ્વારા સુચના આપવામાં આવી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની મહત્વકાંક્ષી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તેને અગ્રીમતા આપવા માટે જીલ્લા સંકલનમાં ખાસ ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ યોજનાના લાભાર્થીઓને મળતા લાભો તેમજ આ તમામ યોજનાલક્ષી માહિતીની જાણકારી સંબંધિત અધિકારીઓ પાસેથી જિલ્લા કલેકટરે મેળવી હતી.જિલ્લા કલેક્ટર સુપ્રિત સિંઘની અધ્યક્ષતામાં મળેલી જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતીની બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિ બેન મકવાણા, ચાણસ્મા ધારાસભ્ય દિનેશજી ઠાકોર,જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ સોલંકી, નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ તેમજ જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા