હારીજ નગરપાલિકા ના 12 વીજ કનેક્શનનો યુજીવીસીએલ દ્રારા કાપી નખાયા..

પાલિકાના વીજ બીલ પેટે બાકી રૂ. 5.13 લાખની રકમ ભરપાઈ નહીં કરતા યુજીવીસીએલ ની કડક કાર્યવાહી.

પાલિકા દ્વારા વિજ બીલની બાકી રકમ ભરપાઈ નહિ કરાઈ તો આગામી દિવસોમાં શહેરમાં અંધારપટ કરાશે..

પાટણ તા. 21
હારીજ યુજીવીસીએલ વિભાગ દ્વારા હારીજ નગરપાલિકા પાસે વીજ બીલ ના બાકી લેણા પેટે લેવાની નીકળતી રકમને લઈને અનેક વખત નોટીશો નગરપાલિકા ને આપવા છતાં પાલિકા દ્વારા બાકી વીજ બીલ પેટે ના નાણા યુજીવીસીએલ માં ભરપાઈ નથી કરતા શનિવારના રોજ ugvcl ના અધિકારી સહિતની ટીમે હારીજ નગરપાલિકાની બાર જેટલી સ્ટ્રીટ લાઈટોના કનેક્શન કાપી નાખી બાકી વિજ બીલની રકમ તાત્કાલિક યુ જી વી સી એલ વિભાગ મા ભરપાઈ નહિ કરાઈ તો આગામી દિવસોમાં સંપૂર્ણ શહેર ની સ્ટ્રીટ લાઈટોના કનેક્શનનો કાપી શહેરમાં અંધારપટ કરવાની ફરજ પડશે તેવી સૂચના આપવામાં આવી હોવાનું યુજીવીસીએલના અધિકારી વી .બી.પટેલ જણાવ્યું હતું.આ બાબતે યુજીવીસીએલના અધિકારી એ જણાવ્યું હતું કે હારીજ નગર પાલિકા પાસે યુજીવીસીએલ વિભાગ ને વિજ બીલની બાકી રકમ પેટે રૂ. 5,13,360 લેવાના છે જે બાબતે પાલિકા તંત્ર ને અનેક વખત લેખિત તેમજ મૌખિક જાણ કરી નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં આજ દિવસ સુધી પાલિકા દ્વારા યુજીવીસીએલ ની બાકી લેણી રકમ ભરપાઈ નહિ કરાતા શનિવાર ના યુજીવીસીએલ ની ટીમ દ્વારા હારીજ નગર પાલિકા ના 12 જેટલા વિજ કનેક્શન કાપવાની ફરજ પડી હતી અને જો ટુક સમય મા પાલિકા દ્વારા બાકી રકમની ભરપાઈ નહિ કરવામાં આવે તો નગર પાલિકા હસ્તક ના શહેરમાં કાયૅરત 41 જેટલા સ્ટ્રીટ લાઈટ ના કનેક્શનનો કાપી શહેરમાં અંધારપટ કરવાની ફરજ પડશે તેવી સૂચના નગરપાલિકા તંત્રને આપવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું.