જિલ્લા સેવા સદન ખાતે મંત્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ..

પાટણ જિલ્લાનાં દરેક ગામ સાથે બેંક કનેક્ટિ
વિટી થાય તેને પ્રાથમિકતા આપો : મંત્રી ડૉ. ભાગવત કરાડ..

પાટણ તા. 21
કેન્દ્ર સરકારમાં રાજ્ય
કક્ષાના નાણામંત્રી ડૉ. ભાગવત કરાડ પાટણનાં બે દિવસીય પ્રવાસે છે.શનિવારે જિલ્લા સેવા સદન ખાતે મંત્રીની અધ્યક્ષતામાં જિલ્લાનાં તમામ પદાધિકારીઓ, અધિકારીઓની સાથે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. બેઠકમાં મંત્રીએ કેન્દ્ર અને રાજયસરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત શું-શું કામગીરી થઈ છે અને આગામી સમયમાં શું કામગીરી કરવામાં આવશે તેની માહિતી મેળવી હતી.જિલ્લા સેવા સદન ખાતે આયોજીત આજની બેઠકમાં જિલ્લા કલેક્ટરએ મંત્રીને પાટણ જિલ્લાની વિસ્તૃતમાં માહિતી આપી હતી. ત્યારબાદ વિવિધ યોજનાઓ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, જનધન યોજના, જલ જીવન મિશન, સુજલામ સુફલામ જલ અભિયાન યોજના, ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ અંતર્ગત થયેલ કામગીરીની મંત્રીએ સંલગ્ન અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. જિલ્લા કલેક્ટર સુપ્રિત સિંઘ ગુલાટીએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા મંત્રીને જિલ્લામાં ચાલતી કામગીરી વિશે માહિતગાર કર્યા હતા.


પાટણ જિલ્લામાં રોડ, વીજળી અને પાણીની શું પરિસ્થિતિ છે તે વિશે પણ મંત્રીએ માહિતી મેળવી હતી અને અધિકારીઓને જરુરી માર્ગદર્શન આપ્યું હતુ.મંત્રી ભાગવત કરાડ કેન્દ્ર સરકારમાં નાણાંમંત્રાલય સાંભળતા હોઇ તેમણે બેંક લીડ અધિકારી પાસેથી બેંક સાથે જોડાયેલી સરકારી યોજનાઓની વિગતો મેળવી હતી.જ્યારે 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતાં તમામ નાગરિકોનું બેંક એકાઉન્ટ ખોલાય તેમજ જિલ્લાનાં દરેક ગામ સાથે બેંક કનેક્ટિવિટી થાય તેને પ્રાથમિકતા આપવા માટે અધિકારીઓને સુચન કર્યું હતુ.જિલ્લા સેવા સદન ખાતે આયોજીત બેઠકમાં નાણામંત્રી ડૉ. ભાગવત કરાડ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતી બેન મકવાણા,સાંસદ ભરતસિંહ ડાભી, જિલ્લા કલેક્ટર સુપ્રિત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, નિવાસી અધિક કલેક્ટર પ્રદીપ સિંહ રાઠોડ,સંગઠનના પ્રમુખ ડો. દશરથજી ઠાકોર, ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, તેમજ વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.