બાસ્પા 108 એમ્બ્યુલન્સ મા જ પ્રસવ વેદના સહન કરતી મહિલાની સ્ટાફ દ્વારા નોમૅલ ડિલિવરી કરાવી..

મહિલા અને બાળકી ને નવજીવન મળતા પરિવારે 108 ની સેવા સાથે સ્ટાફ નો આભાર માન્યો..

પાટણ તા. 22
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લા મા 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ ની સેવા જરૂરિયાત ના સમયે આશિર્વાદ રૂપ બની રહી છે ત્યારે 108 મા ફરજ બજાવતા સ્ટાફ ની કામગીરી પણ સરાહનીય લેખાવાઈ છે.પાટણ જિલ્લા ના સમી તાલુકાના કોડધા ગામની ઠાકોર હેતલબેન શ્રવણજી ઉ. વ. 28 ને ગતરોજ સાંજના સમયે અચાનક અસહ્ય પ્રસવ વેદના થતાં પરિવારજનો દ્વારા ઈમરજન્સી 108 ને કોલ કરતા બાસ્પા ખાતે કાયૅરત 108 ને લોકેશન ની જાણકારી અપાતા ફરજ પરના પાયલોટ સુરેશ ચાવડા અને ઈએમટી વિપુલ પરમારે તાત્કાલિક ધટના સ્થળે પહોંચી પ્રસવ વેદના સહન કરતી મહિલાને 108 મારફતે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી પરંતુ મહિલાનુ ગભૉસય મુખ ખુલી જતાં 108 ના સ્ટાફ દ્વારા મહિલાની ડિલિવરી એમ્બ્યુલન્સ મા જ કરાવવાની ફરજ પડી હતી જોકે નોમૅલ ડિલિવરી બાદ બેબી ના ગળા ફરતે નાળ વિટળાયેલી હોય જેને સિફત પૂવૅક રીતે 108 ના સ્ટાફે દુર કરી મહિલા અને બાળકી નો જીવ બચાવતા મહિલાના પરિવારજનોએ 108 ની સેવા સાથે સ્ટાફ ની કામગીરી ને સરાહનીય લેખાવી હતી.