પાટણના અનાવાડા સ્થિત શ્રી શનિદેવ મંદિર પરિસર ખાતે શનિ અમાસ નિમિત્તે ધાર્મિક ઉત્સવો ઉજવાયા.

ભગવાન શનિદેવ ની પુજા, અચૅના, મહા આરતી સાથે પંચામૃત દ્રવ્ય નો અભિષેક કરવામાં આવ્યો.

પાટણ તા. 22
પાટણ નજીક આવેલા અનાવાડા ગામના શ્રી શનિદેવ મંદિર પરિસર ખાતે શનિ અમાસના પવિત્ર દિવસે વિવિધ ધાર્મિક ઉત્સવો ની ભક્તિ સભર માહોલ મા ઉજવણી કરવામાં આવી હતી. શ્રી શનિદેવ મંદિર પરિસર ખાતે શનિ અમાસને લઈને વહેંલી સવારે ભગવાનની પૂજા, અચૅના અને આરતી સાથે ધાર્મિક ઉત્સવ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જયારે સાજે પાટણ નગર પાલિકા ના સ્વચ્છતા શાખા ના ચેરમેન અને શનિ ભકત ગોપાલસિંહ ગંગાસિહ રાજપુત પરિવાર સાથે સાઈ એલટૅ ગૃપ ના યજમાન પદે ભગવાન શનિદેવ ને પંચામૃત દ્રવ્યો નો અભિષેક કરવામાં આવ્યો હતો ત્યારબાદ મહાઆરતી ઉતારવામાં આવી હતી.અનાવાડા સ્થિત શ્રી શનિદેવ મંદિર પરિસર ખાતે શનિ અમાસ નિમિત્તે આયોજિત કરવામાં આવેલા ધાર્મિક ઉત્સવો મા મોટી સંખ્યામાં શનિ ભકતો એ ઉપસ્થિત રહી દશૅન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. તો ધાર્મિક ઉત્સવો ને સફળ બનાવવા શ્રી શનૈશ્વર ચેરિટેબલ વિકાસ કમિટીના સભ્યો સહિત શનિ ભકતો દ્રારા જહેમત ઉઠાવી હતી.