પાટણ ના કોડધા વાડીલાલ તળાવ માં 70 પ્રજાતિના હજારો યાયાવર પક્ષીઓ મહેમાન બન્યા..

શિયાળામાં વિદેશી પક્ષીઓના આગમનને લઈને વાડીલાલ તળાવ ખાતે નજરો જોવા પયૅટકોની ભીડ..

પાટણ તા.22
શિયાળામાં હજારો વિદેશી પક્ષીઓનું ગુજરાતમાં આગમન થાય છે. ત્યારે પાટણ જિલ્લા ના કોડધા વાડીલાલ તળાવ માં આ વર્ષે સ્થાનિક પ્રજાતિના ગીરજા બતક, ટીલીવાળા બતક, કુંજ, નાના હંસ, સુરખાબ, ભગવી જેવા 70થી વધુ પ્રજાતિઓનાં હજારો યાયાવર પક્ષીઓ અભ્યારણના મહેમાન બન્યાં છે.


પાટણ ના કોડધા વાડીલાલ તળાવ જે કચ્છ ના નાના રણ નો એક ભાગ છે જ્યાં તળાવમાં પ્રકૃતિના ખોળે વિદેશી પક્ષીઓ મોટા પ્રમાણમાં મહેમાન બન્યાં છે. જે નયનરમ્ય નજારો અભ્યારણની મુલાકાતે આવી પહોંચ્યા છે.


પાટણ થી 60 કિલોમીટર દૂરના અંતરે કોડધા વાડીલાલ તળાવ આવેલું છે. શિયાળાની શરૂઆત થતાંની સાથે જ અહીં વિદેશી પક્ષીઓ મહેમાન બને છે. જોકે, આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં વધુ પક્ષીઓ અહીં મહેમાન બન્યાં છે.
આપણા દેશનાં તેમજ વિદેશી પક્ષીઓની 150 જાતિઓનાં પક્ષીઓ રહે છે. તેમજ શિયાળાની ઋતુમાં કેટલાક પક્ષીઓ વિદેશથી અભ્યારણની મુલાકાતે આવી પહોંચે છે અને શિયાળાની ઋતુ પતે એટલે પોતાના વતન પહોંચી જાય છે.


શિયાળાની ગુલાબી મૌસમની શરૂઆત થતાંની સાથે જ વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થઈ જાય છે. ત્યારે આ વન્ય વિસ્તારમાં આવેલા તળાવમાં પેલિકન, ફ્લેમિંગો, કોમનક્રેન, સારસ, ગ્રેલેગુસ (રાજહંસ) સાથે વિવિધ પ્રકારના બતક અને બગલા સહિતનાં દેશી અને વિદેશી પક્ષીઓ કલરવ કરતાં પાણીમાં તરતાં અને ડૂબકીઓ લગાવી મનમહોક કરતબ કરતાં હોવાનો અનેરો નજારો અહીં પર્યટકોને નિહાળવા મળી રહ્યો છે. શિયાળાની સિઝનમાં લગભગ વિવિધ જાતનાં જુદાં-જુદાં પક્ષીઓ આ વાડીલાલ તળાવ ના મહેમાન બને છે. તો પાટણ જિલ્લા વન અધિકારી બિંદુ બેન પટેલ જણાવ્યું હતું કે, શિયાળા ની ઋતુ માં કેટલાક વિહંગ મહેમાનો ગુજરાત માં પધારતા હોય છે, તેવુંજ એક સ્થળ જ્યાં પરદેસી મહેમાનો ખુબજ મોટી સંખ્યા માં જોવા છે,

જે છે કોડધા વાડીલાલ ડેમ તેમજ રણ વિસ્તાર, પાટણ જિલ્લામાં આવેલ છે, તે કચ્છ નાં નાના રણ નો એક ભાગ છે. ત્યાં આવતા પક્ષીઓ માં Common Crane, Demosille Crane, Greater Flamingo, Lesser Flamingo, Greater Spotted Eagle, Imperial Eagle, steppe Eagle, Montague Harrier, Marsh Harrier, Herring Gull, Dalmatian Pelican, Rosy Pelican, Desert Wheatear, Crested Lark, Rufous tailed Lark, Common Kestrel, White Eye Buzzard જેવા કેટલાક પક્ષીઓ આવે છે. કેટલાક ચાઇના, મંગોલિયા, કઝાકસ્તાન, સાઇબિરીયા, રૂસ જેવા ઠંડા પ્રદેશો થી આપણા દેશ માં આવે છે. આવા પક્ષીઓને ફોરેસ્ટર પંકજભાઈ જોશી તથા મિત્ર દર્શિત શાહ અને મૌલિક સુતરીયા એ કેટલાક પક્ષીઓ નાં ફોટોગ્રાફ લીધા હતા.