લાયન્સ કલબ પાટણ ની કામગીરી ને સરાહનિય લેખાવતા કેન્દ્રીય મંત્રી..

જરૂરિયાત મંદ પરિવારના સભ્યો ને ગરમ ધાબળા ઓનું વિતરણ કરવામાં આવ્યું..

પાટણ તા. 22
લાયન્સ કલબ ઓફ પાટણ ની રવિવારે કેન્દ્રીય રાજ્યમંત્રી લા.ડો. ભાગવત કરાડજીએ મુલાકાત લીધી હતી.
લાયન્સ કલબની મુલાકાત દરમિયાન તેઓએ લાયોનિઝમ વિશે ઉપસ્થિત લાયન સભ્યો ને માગૅદશૅન આપી તેના વિશે વિસ્તૃત રીતે જણાવી પાટણ લાયન્સ ક્લબની કામગીરીની સરાહના કરી હતી.


આ પ્રસંગે મંત્રી ના વરદ હસ્તે ગરીબ પરિવાર ના સભ્યો ને કડકડતી ઠંડીમાં રક્ષણ મળી રહે તેવા હેતુથી ગરમ ધાબળા ઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મંત્રી નુ પાટણ લાયન્સ પ્રમુખ ગોપાલસિંહ રાજપુત અને અમિષ મોદી દ્રારા સ્વાગત સન્માન કરી આવકાયૉ હતા.