પાટણ તપોધન બ્રાહ્મણ ઘરકલ કુટુંબ દ્રારા આનંદ નો ગરબો અને હવન યજ્ઞ કરાયો..

આનંદ ગરબા ના યજમાન પદે અને હવન યજ્ઞ ના યજમાન પદે લહાવો લેનાર પરિવારે ધન્યતા અનુભવી..

પાટણ તા. 22
પાટણ શહેરમાં રહેતા શ્રી તપોધન બ્રાહ્મણના ઘરકલ કુટુંબ પરિવાર દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ શનિવાર અને રવિવારના શુભ દિને શ્રી બહુચર માતાજી નો આનંદ નો ગરબો તેમજ શ્રી પારવિયા વીર દાદા નો હવન યજ્ઞ ભક્તિ સભર માહોલમાં કરવામાં આવ્યો હતો.આ ધાર્મિક પ્રસંગ નિમિત્તે શનિવારના રોજ આયોજિત કરાયેલા શ્રી બહુચર માતાજીના આનંદ ગરબાના યજમાન તરીકેનો લાભ ભૂમિબેન હિતેશકુમાર રાવલ પરિવારે લીધો હતો. જ્યારે રવિવારે શ્રી પારેવિયા વીર દાદા ના મંદિર પરિસર ખાતે આયોજિત હવન યજ્ઞના યજમાન પદનો લહાવો ગ. સ્વ.જયોત્સનાબેન જયંત કુમાર ગુલાબરામ રાવલ પરિવારના મુકેશભાઈ જે. રાવલ અને અતુલકુમાર જે રાવલ પરિવારે લઈને ધન્યતા અનુભવી હતી.પાટણ શહેરમાં વસતા તપોધન બ્રાહ્મણ ઘરકલ કુટુંબ દ્રારા આયોજિત આનંદ ગરબા અને હવન યજ્ઞ ના ધામિૅક પ્રસંગનો મોટી સંખ્યામાં ઘરકલ કુટુંબ ના પરિવારજનોએ ઉપસ્થિત રહી દશૅન પ્રસાદ નો લાભ લઈ પ્રસંગને દિપાવ્યો હતો.