રાધનપુર થી ભગુડા નવીન એસ ટી બસ નો લીલી ઝંડી આપી પ્રારંભ કરાવતા ધારાસભ્ય..

પાટણ તા. 22
રાધનપુર ના ધારાસભ્ય લવીગજી ઠાકોરે રવિવાર ના રોજ રાધનપુર થી ભગુડા ની નવીન એસ ટી બસ ને લીલીઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો. રાધનપુર વિસ્તારના શ્રધ્ધાળુઓ માટે રાધનપુર બસ ડેપો દ્રારા રાધનપુર થી પાલીતાણા,બગદાણા, ભગુડા(માં મોગલધામ) ની બસ સેવા ચાલુ કરવામા આવતા વિસ્તાર ના લોકો મા આનંદની લાગણી જોવા મળી હતી.