પાટણના સંખારી અને અનાવાડા ગામે મહાસુદ બીજ નિમિત્તે રામદેવપિર મંદિરે ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરાઈ..

સંખારી ખાતે હવન-યજ્ઞ તો અનાવાડા ખાતે મહા આરતી કરવામાં આવી..

પાટણ તા. 23
પાટણ તાલુકાના સંખારી ગામે થી ખીમિયાણા જવાના માર્ગ ઉપર આવેલ અને અનાવાડા ગામ ના પાદરે આવેલા બાબા રામદેવપીરના મંદિર પરિસર ખાતે મહા સુદ બીજ નિમિત્તે ધામિૅક ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.સંખારી ગામે ભગત પરિવાર દ્વારા વર્ષો થી રામદેવપીર બાબાની પૂજાઅર્ચના કરવામાં આવે છે.મંદિર પરિસર ખાતે છેલ્લા 50 વર્ષથી બાપાઘણીની અખંડ જ્યોત ચાલુ છે. સાથે સાથે પક્ષીઓને ચણ અને ગાય,ભેંસ સહિત જળચર પ્રાણીઓ માટે તળાવમાં બારેમાસ પાણી ભરવામાં આવે છે.

આજે મહાસુદ બીજ મંદીરના પ્રાણ પ્રતિષ્ઠા દિવસ નિમિત્તે મંદિર પરિસર ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ખેંગારભાઈ દેસાઈ ભગત પરિવાર દ્વારા શ્રીફળ હોમવામાં આવ્યું હતું.ભગત પરિવારના મોભી હરગોવનભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે અમારા બાપુજી જ્યારે અહીં રોડ રસ્તા લાઈટ જેવી સુવિધાઓ નહોતી ત્યાર થી બાબા રામદેવજીની ભક્તિ કરતા હતા.આજે અમે બધા ભાઈઓ દર બીજે બાબાની પૂજા અર્ચના કરીએ છીએ જેમાં મોટી સંખ્યામાં ગામના લોકો અને આજુબાજુ ના ગામના લોકો બાબા રામદેવના દર્શને આવે છે.


આ ધાર્મિક પ્રસંગમાં કાનજીભાઈ દેસાઈ, લક્ષ્મણભાઈ દેસાઈ,બળવંતભાઈ દેસાઈ સહિત પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા.તો અનાવાડા ખાતે ના રામદેવપીર મંદિર ખાતે મહા આરતી સહિત ના ધામિૅક ઉત્સવ ઉજવવામાં આવ્યા હતા જેના દશૅન માટે મોટી સંખ્યામાં ભકતો ઉપસ્થિત રહ્યા હતા.