શ્રી પાટણવાડા ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સેવા સમાજ ના મહામંત્રી રમેશભાઈ દવે દેવલોક પામ્યા..

પાટણ તા. 23
શ્રી પાટણવાડા ઔ.સ. બ્રાહ્મણ સેવા સમાજ પાટણના મહામંત્રી અને પાટણ સ્થિત પાટણવાડા ઔદિચ્ય બ્રાહ્મણ સેવા સમાજના મંત્રી તરીકે ની પ્રશંશનીય જવાબદારી નિભાવી સમાજને ઉન્નતિ તરફ દોરી જનાર સમાજ હિતેચ્છુ વડિલ રમેશભાઈ ગિરજાશંકર દવે નું રવિવાર ના રોજ નિધન થતાં સમગ્ર પાટણવાડા ઔદિચ્ય બ્રાહ્મણ સેવા સમાજ માં ધેરા દુ:ખની કાલિમા છવાઈ જવા પામી હતી.સ્વ.રમેશભાઈ ગિરજાશંકર દવે ના આકસ્મિક અવસાન થી સમાજને ન પુરી શકાય તેવી ખોટ પડી છે ત્યારે સ્વ. ના આત્માની શાંતિ માટે પાટણવાડા ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સેવા સમાજ સહિત પાટણ જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર દ્વારા પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના વ્યકત કરી હતી