હેમ.ઉ.ગુ.યુનિ.ની કારોબારીએ યુનિવર્સિમા બાધકામ ની કામગીરી પૂણૅ ન કરનારા બે કોન્ટ્રાક્ટરો સામે લાલ આખ કરી..

યુનિવર્સિટીની મળેલી કારોબારી ની બેઠકમાં નેક મૂલ્યાંકન માટે સ્પેશ્યલ સેલ ની રચના માટે નિણૅય કરાયો..

પાટણ તા. 24
પાટણ ની હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટીમાં સમયસર બાધકામ ની કામગીરી પૂર્ણ નહિ કરનાર બે કોન્ટ્રાક્ટરો ને મંગળવારે મળેલી કારોબારી બેઠકમાં બ્લેક લિસ્ટ કરવા સવૉનુમતે નિણૅય કરાયો હતો તો નેક મૂલ્યાંકન માટે યુનિવર્સિટી કેમ્પસ મા સ્પેશિયલ સેલ ઉભો કરવા સહિત બે કોલેજોને મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની મંગળવારે યુનિવર્સિટીના કાયૅકારી કુલપતિ ડો. રોહિત દેસાઈ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલી કારોબારી ની બેઠકમાં યુનિવર્સિટી કેમ્પસ મા ચાલતા બાંધકામો નું કામ સમય મયૉદા મા પૂણૅ નહિ કરનાર બે કોન્ટ્રાક્ટર બ્લેક લિસ્ટ કરવા માટે નોટિસ ઈસ્યુ કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો તો ખેરાલું અને હાજીપુર ખાતે બે નવીન નર્સિંગ કોલેજ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી

જયારે યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં રીપેરીંગ કામગીરી કરી રહેલ હર્ષદકુમાર ભાઈલાલ કંપની અધ વચ્ચે કામગીરી મૂકી આ કામગીરી પૂર્ણ ના કરતા તેમજ એમએસસી આઈટી વિભાગમાં ટેન્ડર મંજૂર થયા બાદ કામગીરી શરૂ જ નહીં કરનાર ક્રો.ઇનસાઇડઇન્ફાસ્ટ્રક્ચર કંપની મળી બંને કંપનીઓએ યુનિવર્સિટીના બાંધકામમાં શરત મુજબ કામગીરી ના કરતા બંનેને બ્લેક લિસ્ટ માં મુકવા માટે નિર્ણય લઇ બંને કોન્ટ્રાક્ટરોને નોટિસ આપવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો.

ઉપરાંત નેકમૂલ્યાંકનને લઈ વિવિધ કામગીરી કરવા માટે સ્પેશિયલ સેલ ઊભો કરવાનો નિર્ણય તેમજ યુનિ. કોર્ટની સભામાં થયેલા પસ્તાવો અંગે ચર્ચા કરાઈ હતી.કારોબારી બેઠકમાં વહીવટી કામો સહિત નેકની મૂલ્યાંકનને લઈ વિવિધ કામગીરી અંગે સવૉનુમતે નિર્ણય લેવામાં આવ્યા હતા.આ કારોબારી બેઠકમાં ઈન્ચાર્જ રજીસ્ટ્રાર ડૉ.ચિરાગ પટેલ , ઈસી સભ્યો શૈલેષ પટેલ ,દિલીપ ચૌધરી (મહેસાણા) ,અનિલ નાયક , ડો. દિલીપ સી. પટેલ સહિતના સભ્યો હાજર રહ્યા હતા