ભાજપના મહિલા અગ્રણી ડો.રાજુલ દેસાઈ દ્રારા પાટણ ના વિકાસ ને વેગવાન બનાવવાની નેમ..

સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ ની ધટ, પાલિકા મા સફાઈ કામદારો ની ધટ અને કેન્દ્રીય વિધાલય શરૂ કરવા ગાંધીનગર ખાતે લેખિત રજૂઆત કરી..

પાટણ તા. 24
તાજેતરમાં ભાજપના મહિલા અગ્રણી ડો.રાજુલ
બેન દેસાઈ દ્વારા પાટણ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલ મુલાકાત લીધી હતી જે મુલાકાત દરમિયાન સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ ની ઘટ બાબતે તેઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. તો પાટણ નગર પાલીકા મા પણ સફાઈ કામદારો ની ધટ મામલે અવગત કરવાની સાથે સરસ્વતી તાલુકાના ચોરમારપુરા મા તૈયાર થયેલી અધતન કેન્દ્રીય વિધાલય તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી રજુઆત મળી હતી ત્યારે આ ત્રણેય બાબતો ને ગંભીરતાથી લઈ ને મંગળવાર ના રોજ ભાજપના મહિલા આગેવાન ડો. રાજુલબેન દેસાઈ દ્રારા ગાંધીનગર ખાતે જે તે ખાતાના અધીકારીઓ સહિત જેતે મંત્રી ને પત્ર લખી આ ત્રણેય બાબતો નુ ત્વરિત નિરાકરણ લાવવા રજુઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.ભાજપના મહિલા આગેવાન ડો રાજુલબેન દેસાઈ કે જેઓ ગત વિધાનસભાની ચૂંટણી મા પાટણ બેઠક ઉપર થી લડયા હતા અને નજીવા મતોથી તેઓની હાર થઈ હતી છતાં પાટણ વિધાનસભા વિસ્તારની ચિતા કરતાં ડો. રાજુલબેન દેસાઈ દ્રારા પાટણ નો વિકાસ વેગવંતો બને અને લોકો ની સુખાકારી વધે તે માટે ના પ્રયાસો સરાહનીય બન્યા છે.