પાટણના નોરતા ગામથી નોરતાવાટા ગામ ને જોડતા રસ્તા નુ પાટણના ધારાસભ્યે ખાતમુહુર્ત કયુઁ

પાટણ તા. 25
પાટણ વિધાનસભાના વિસ્તાર ના પાટણ તાલુકાના નોરતા ગામ ખાતે નોરતાવાંટા થી ખાનપુર કોડી સુધીના નવીન રોડનું બુધવારે પાટણ ના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ ના વરદ હસ્તે ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.
ગત ચોમાસામાં ધોવાણ થયેલા ઉપરોક્ત માગૅ ના નવીનીકરણ માટે પાટણના ધારાસભ્ય ડૉ.કિરીટભાઈ પટેલ સમક્ષ રજુઆત કરવામાં આવી હતી જેને ધ્યાનમા રાખી આ રોડ મંજૂર થતાં બુધવારે ધારાસભ્ય ની ખાસ ઉપસ્થિત મા તેઓના હસ્તે આ માગૅ નું ખાતમુહુર્ત કરવામાં આવતા આ વિસ્તારના લોકો એ ખુશી વ્યક્ત કરી હતી.આ ખાતમુહુર્ત પ્રસંગે ગામના સરપંચ અને મોટી સંખ્યામાં ગામ લાકો સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.