પાટણના આરામ ગેસ્ટ હાઉસ ના સંચાલકની જાહેરનામા ના ઉલ્લંઘન બદલ અટકાયત કરાઈ..

પાટણ એસઓજી પોલીસ ટીમે સ્થળ તપાસ કરતા જાહેરનામા નું ઉલ્લધન સામે આવ્યું.

પાટણ તા. 25
પાટણ મા આવેલ “આરામ ગેસ્ટ હાઉસ”ના સંચાલકને જાહેરનામાનો ભંગ બાબતે પાટણ એસ.ઓ.જી. ટીમે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જીલ્લા મેજી.ના જાહેરનામાના ભંગ બદલ ના કેશો શોધી કાઢવા જિલ્લા પોલીસ વડા દ્વારા કરેલ સુચના આધારે એસ ઓ જી ઈન્ચાર્જ પીઆઈ આર.જી.ઉનાગરના માર્ગદર્શન હેઠળ આગામી ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી અંગે તકેદારી સારૂ એકશન પ્લાન બનાવી એસઓજીની ટીમ પાટણ સીટી બી ડીવી. પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીગમાં હતી દરમ્યાન પાટણ પાલિકા બજારની સામે દેવદર્શન કોમ્પલેક્ષમાં આવેલ આરામ ગેસ્ટ
હાઉસ ચેક કરતા સંચાલકે ગ્રાહકોની નોંધણી માટે પથિક સોફ્ટવેર ઇન્સટોલ ન કરી તેનો ઉપયોગ કરતા ના હોઇ અને જાહેરનામાનો ભંગ કરેલ હોવાનું ધ્યાનમાં આવતાં સંચાલક ઠાકોર ભરતજી કાન્તિજી રહે.રામની વાડી, બી ડી હાઈસ્કૂલ નજીક વાળાની અટકાયત કરી પાટણ સીટી બી ડીવી.પો.સ્ટે.ગુનો દાખલ કરાવતા વધુ તપાસ બી ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.