પાટણની શ્રી બી.ડી.સાર્વજનિક વિધાલય ના વિધાર્થીઓ દ્રારા ગણતંત્ર દિનની પૂર્વસંધ્યા રેલી યોજાઈ..

શહેરને આઝાદી અપાવનાર વીર જવાનોને યાદ કરી આઝાદ સ્તંભ ખાતે શ્રધ્ધા સુમન સમપિર્ત કરાયા.

પાટણ તા. 25
શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી ડી સાર્વજનિક વિધાલય દ્રારા ગણતંત્ર દિવસ ની પૂર્વ સંધ્યાએ બુધવારે ગૌરવ યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં વિધાલયથી શહીદ સ્મારક અને ત્રણ દરવાજા સુધી દેશની વિશેષતા ની ઝાંખી કરવામાં આવી હતી. તેમજ ભારતમાતા, વિવેકાનંદ, ઝાંસી ની રાણી જેવા વેશ ભુષામાં સજ્જ વિધાર્થીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.


દેશના મહાન દેશભકતો ને યાદ કરી શહીદ સ્મારક પર પુષ્પાજલિ અર્પણ કરવામાં આવેલ.આ પ્રસંગે મુખ્ય મહેમાન દાનેશભાઈ શાહ પ્રમુખ પાટણ જૈન મંડળ, તથા રાજેન્દ્રભાઈ શાહ, અશોકભાઈ ચૌધરી ડીઇઓ ના હસ્તે રેલીને લીલીઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

આ રેલીમાં સ્વછતાનો સંદેશ, દેશભક્તિનારા, ભારત અને ગુજરાત પાટણ ને ગૌરવ અપાવે તેવા ટેબલો સાથે ગૌરવ યાત્રા કાઢવામાં આવી હતી. સાથે સાથે મતદાર દિવસ અંગેની લોકો માં જાગૃતિ પણ લાવવામાં આવી હતી. એન એસ એસ, એન સી સી, સ્કાઉટ ગાઈડ વિભાગ તથા પ્રાથમિક શાળા ના બાળકો આ રેલીમાં જોડાયા હતા.