પાટણમાં કરૂણા અભિયાન અંતર્ગત પ્રસંસ્નિય કામગીરી કરનાર સ્ટાફ મિત્રો ને સન્માનિત કરાયા..

પાટણ તા. 26
EMRI Green Health Services અને ગુજરાત સરકાર ના સંયુક્ત પ્રયાસ દ્વારા PPP પાર્ટનર્શીપ થી ચાલતું ફરતું પશુ દવાખાનુંકરુણા અભિયાન 2023 દરમિયાન ઉત્તમ કામગિરી કરવા બદલ પાટણ જિલ્લાના 6 ડૉક્ટર અને 5 પાઇલોટ કમ ડ્રેસર સ્ટાફ ને પાટણ જિલ્લા વન વિભાગ ના અધિકારી ડો. બિંદુબેન પટેલ દ્વારા પ્રસસ્તી પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.


ઉપરોક્ત સ્ટાફની પ્રશંસનીય કામગીરી બદલ પ્રાપ્ત કરેલ પ્રસસ્તિપત્ર બદલ સહ કમૅચારી અને અધિકારીઓ દ્વારા સૌને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા