પાટણની બી.ડી. હાઈસ્કૂલ અને સુરમ્ય બાલવાટિકા ખાતે 74 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી.

શ્રી પાટણ જૈન મંડળના પ્રમુખ દ્વારા રાષ્ટ્રધ્વજને લહેરાવી સલામી અપાઇ..

પાટણ તા. 26
શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી.ડી સાર્વજનિક વિદ્યાલય પાટણ અને એન. એસ. સુરમ્ય બાલવાટિકા પ્રાથમિક શાળા ખાતે તા. 26 મી જાન્યુઆરી ને 74 માં પ્રજાસત્તાક પર્વની હષોર્લ્લાસમય વાતાવરણ માં ઉજવણી કરવામાં આવી હતી.


આ પ્રસંગે શ્રી પાટણ જૈન મંડળના પ્રમુખ દાનેશભાઈ વી. શાહ ના વરદહસ્તે દેશ દુલારા રાષ્ટ્રધ્વજને લહેરાવી સલામી આપવામાં આવી હતી.આ પ્રસંગે શ્રી પાટણ જૈન મંડળના ઉપપ્રમુખ રાજેન્દ્રભાઈ જે શાહ, માનદ મંત્રી વિદ્યાલય સમિતિ ભરતભાઈ સી. શાહ,દાતા ત્રિભુવનભાઈ ડી.પટેલ, માધ્યમિક વિભાગના શિક્ષક પરિમલભાઈ જી. વ્યાસ, આચાર્ય બળદેવભાઈ દેસાઈ સહિત જૈન શ્રેષ્ઠીઓ, વિધાર્થીઓ, વાલીગણ સહિત સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.