પાટણમાં કરોડોના ખર્ચે નિર્માણ પામનાર એન એસ સુરમ્ય બાલવાટિકા પ્રાથમિક શાળા ભવનનું ભૂમિપૂજન કરાયું..

વિધ્યા માટે ના દાન થકી વતનનું ઋણ અદા કરવાનું ભાગ્ય પ્રાપ્ત થયું છે : દાતાઓ..

પાટણ તા. 26
શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત બી. ડી. હાઈસ્કૂલ કેમ્પસમાં પ્રજાસતાક પવૅ ના પાવન દિવસે કરોડો ના ખચૅ થી એન.એસ.સુરમ્ય બાલવાટિકા પ્રાથમિક શાળાના નવીન ભવનનું દાતાઓ ની ખાસ ઉપસ્થિત મા ભૂમિ પુજન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. પાટણ શહેરમાં પ્રાથમિક આધુનિક સુવિધાઓથી સજ્જ પાંચ કરોડથી વધુના ખર્ચથી તૈયાર થનારા ગુજરાતી શાળા થકી પાટણ નગરની સેવા કરવાની તક શ્રી પાટણ જૈન મંડળે ઝડપી છે. ત્યારે ભવનના દાતા ત્રિભુવનભાઈ પટેલ દ્રારા એક કરોડ એકાવન લાખ દાન અર્પણ કરી વિધા દાન થકી વતનનું રૂણ અદા કરવાનો અવસર પ્રાપ્ત થયો હોવાનું જણાવ્યું હતું.

માં સરસ્વતીની ઉપાસનાના પવિત્ર પવૅ સમા વસંતપંચમી ના શુભ દિને નવીન મકાન ના ભવનનું ભૂમિ પૂજન કરવામાં આવેલ હતું આ નવીન ભવનમાં આધુનિક સગવડ સાથે ડીઝીટલ ક્લાસ રૂમ, આધુનિક પ્રયોગ શાળા દ્રારા વૈજ્ઞાનિક તૈયાર કરવા, સંગીતવર્ગ , શિવણવર્ગ , ચિત્રખંડ , વ્યાયામખંડ, કોમ્પ્યુટર લેબ, પ્રાર્થના હોલ, તેમજ તમામ AC રૂમ તૈયાર થનાર છે. ત્યારે શ્રી પાટણ જૈન મંડળ ના પ્રમુખ દાનેશભાઈ વી શાહે જણાવેલ કે મંડળ થકી પાટણ નગર નું ઋણ અદા કરવાની તક મળી છે. દાતાના અવિરત દાન થકી નવીન વિધાધામમાં બાળ દેવો ની સેવા કરવાની અનેરી તક મળી તે બદલ સર્વ દાતા અને શ્રેષ્ઠિઓને અભિનંદન સાથે આભાર વ્યકત કર્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોમાં દાનેશભાઈ વી શાહ પ્રમુખ, રાજેન્દ્રભાઈ શાહ ઉપ્રમુખ,ત્રિભુવન ભાઈ પટેલ દાતા,ભરતભાઈ શાહ માનદમંત્રી, નીખિલભાઈ શાહ, યોગેશભાઈ શાહ, ધીરુભાઈ, ડો. અતુલભાઈ અગ્રવાલ, કમલેશભાઈ, આચાર્ય ડૉ બી આર દેસાઈ, એચ આર પ્રજાપતિ, સિવિલ એન્જિનિયર જયેન્દ્ર મોદી સહિત વિધાલયના સ્થાનિક સમિતિ સભ્યો, વાલીઓ,વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા.