
પાટણ તા. 26
26 જાન્યુઆરી 74 માં પ્રજાસત્તાક પર્વની પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી ઉજવણી કરવામાં આવી હતી.74 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોરે રાષ્ટ્રની આન બાન અને શાન સમા દેશ દુલારા તિરંગા ને લહેરાવી સલામી આપી હતી. અને એકબીજા પ્રત્યે પ્રેમ ભાવના જળવાઈ રહે તેવી કામના વ્યક્ત કરી પ્રજાસત્તાક પર્વની ભાજપના સૌ કાર્યકર્તાઓ,આગેવાનો અને પાટણના પ્રબુદ્ધ નગરજનોને શુભકામના ઓ પાઠવી હતી.


જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે આયોજિત ધ્વજ વંદન કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડો.દશરથજી ઠાકોર,શહેર પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી,મહામંત્રી ગૌરવભાઈ મોદી,નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ,મિડિયા સેલ કન્વીનર જયેશભાઈ દરજી, નગરપાલિકાના કોર્પોરેટરો, ચેરમેનો, હોદ્દેદારો સહિત પાટણના નગરજનોએ ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી પ્રજાસત્તાક પર્વની ઉજવણી ને યાદગાર બનાવી હતી.