ભારતીય જીવન વીમા નિગમમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ કે. કે. મહેતાને સન્માનિત કરાયા..

પાટણ તા. 26
ભારતીય જીવન વીમા નિગમ માં જેમનું આગવું નામ છે અને ચેરમેન ક્લબ મેમ્બર નું પ્રભાવશારી બિરુદ હાંસલ કરેલ છે તેવા કિર્તીભાઈ કેશવલાલ મહેતા એ તા. 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ નિમિત્તે ગાંધીનગર ડિવિઝનમાં અગ્રેસર રહી ઉમદા કાર્ય કરેલ હોય જેને ધ્યાનમાં રાખીને તેઓનું પાટણ બ્રાન્ચમાં બ્રાન્ચ મેનેજર શેખ તેમજ વિકાસ અધિકારી ભરત ભાઈ પટેલ દ્વારા મોમેન્ટો, ટ્રોફી, શિલ્ડ વિગેરે દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા અને ગાંધીનગર ડિવિઝનમાં સારા કાર્ય બદલ તેઓનુ બહુમાન કરી પ્રોત્સાહિત કરાયા હતા.