ઓરૂમાણા શાળા ખાતે ગામની તેજસ્વી વિદ્યાર્થીની ના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજને લહેરાવી સલામી અપાઈ..

રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી પ્રજાસત્તાક પર્વ ને યાદગાર બનાવ્યો..

પાટણ તા. 26
ઓરૂમાણા ગ્રામપંચાયત, ઓરૂમાણા પ્રાથમિક શાળા અને સરકારી માધ્યમિક શાળાના સંયુક્ત ઉપક્રમે 74 માં પ્રજાસત્તાક દિવસની રંગારંગ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી.ઓરૂમાણા પ્રા. શાળાના પટાંગણમાં ગ્રામજનો અને વાલીગણની હાજરીમાં “દીકરીને સલામ દેશ કે નામ” અંતર્ગત ગામની સૌથી વધુ ભણેલી દીકરી ભૂમિકાબેન પરસોત્તમ ભાઈ રથવીના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજને લહેરાવી ધ્વજ વંદન સાથે પરેડ યોજી તિરંગા ને સલામી ઝીલવામાં આવી હતી.

ત્યારબાદ પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.

જેમાં સ્વાગત ગીત, દેશભક્તિ ગીત, પિરામિડ,રાજસ્થાની ડાન્સ,ગરબો વગેરે વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા હતા.


ગ્રામજનો દ્વારા વિદ્યાર્થી ઓને પ્રોત્સાહિત કરવા રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આયોજિત કાર્યક્રમનું સંચાલન મયુરભાઈ પટેલ અને સુરેન્દ્રસિંગ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.