વ્યસન મુક્તિ ની જન જાગૃતિ માટે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે થી નિકળેલી રેલી શહેરમાં ફરી..

વ્યસન મુક્તિ રેલીમાં વિવિધ બેનરો સાથે આશા વકૅર બહેનો,એફ એફ ડબલ્યુ અને જિલ્લા આરોગ્યની ટીમ જોડાઈ..

પાટણ તા. 27
જિલ્લા કક્ષાના 74 માં પ્રજાસત્તાક પર્વની ચાણસ્મા ખાતે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી

પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે વિવિધ ટેબલો દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે વ્યસન મુક્તિ અભિયાનને લઈને તૈયાર કરાયેલ ટેબલો થી અભિભૂત બનેલા જિલ્લા કલેકટરે વ્યસન મુક્તિની જાગૃતિ અર્થે આ ટેબલોનું પાટણ જિલ્લામાં પરિભ્રમણ કરાવી લોકોને વ્યસન મુક્ત બનવા હિમાયત કરતા ચાણસ્મા બાલીસણા બાદ શુક્રવારના રોજ પાટણ સિવિલ હોસ્પિટલ ખાતેથી આ વ્યસનમુક્તિ ટેબલો ની રેલી પ્રસ્થાન પામી શહેરના મુખ્ય બજાર માર્ગ સહિત વિવિધ વિસ્તારોમાં ફરીને વ્યસનમુક્તિ અંગે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો વ્યસન મુક્તિના ટેબલો ની સાથે સાથે વ્યસન મુક્તિ ને લગતા વિવિધ બેનરો સાથે આશા વર્કર બહેનો, એફ એફ ડબલ્યુના કાર્યકરો અને જિલ્લા આરોગ્યની ટીમ પણ જોડાઈ હતી.