બાલીસણા ના ગ્રામજનો દ્રારા પાટણના ધારાસભ્ય ની સાકર તુલા કરવામાં આવી..

પાટણ તા. 27
પાટણના બાલીસણા ખાતે ભવાની માતાજીના મંદિરમાં ગ્રામજનો દ્વારા પાટણ ધારાસભ્ય ડો. કિરીટ પટેલની સાકર તુલા નું આયોજન કરવામાં આવ્યું હતું.પાટણ ધારાસભ્ય પદે બીજી વખત ચુટાઈ આવેલ ડૉ.કિરીટ પટેલને વિવિધ ગામોમાં અનોખી રીતે સન્માન કરવાના કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે બાલીસણા ગ્રામજનો દ્વારા તેમના સન્માન માટે સાકરત તુલા કાર્યક્રમનું શુક્રવારે આયોજન કરવામાં આવ્યું હતું. ગામમાં આવેલા ભવાની માતાજીના મંદિર ખાતે મોટી સંખ્યામાં તેમના સમર્થક અને સમાજના આગેવાનો તેમજ ગ્રામજનોએ સાથે મળી તેમને ત્રાજવામાં બેસાડી સાકર વડે તુલના કરવામાં આવી હતી. સાકર તુલાના કાર્યક્રમને લઈ ધારાસભ્ય ભાવુક બન્યા હતા અને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.