રાધનપુર રાપરિયા હનુમાન નજીક કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલકનું મોત..

પોલીસે ઘટના સ્થળે આવી કારનો નંબર મેળવી આગળ ની તજવીજ હાથ ધરી..

પાટણ તા. 27
પાટણ જિલ્લાના હાઇવે માર્ગો પર અવારનવાર માર્ગ અકસ્માતોની ઘટનાઓ સર્જાતી હોવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે શુક્રવારના રોજ પાટણ જિલ્લાના રાધનપુર હાઇવે પર રાપરિયા હનુમાન નજીક બાઇક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલક આશાસ્પદ યુવાનુ મોત નીપજયુ હોવાની ઘટના પ્રકાશમા આવવા પામી છે.

આ માર્ગ અકસ્માતની મળતી હકીકત મુજબ રાધનપુરના શેરગઢ ગામે રહેતા ધીરાભાઈ હેમાં ભાઈ મકવાણા શુક્રવારના રોજ પોતાનું મોટરસાયકલ લઈને રાધનપુર રાપરિયા હનુમાન માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલા ગાડી ચાલકે તેઓને ટક્કર મારતા તેઓનું ઘટના સ્થળે જ ગંભીર ઈજાઓ ના કારણે મોત નીપજ્યું હતું.


રાપરિયા હનુમાન માર્ગ પર સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવને લઈને લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. તો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.અકસ્માતના બનાવ ની જાણ પોલીસ તેમજ 108 ને થતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે આવી મૃતકની લાશ નું પંચનામું કરી પીએમ માટે મોકલી આપી તેના વાલીઓને જાણ કરતા તેઓએ પણ ઘટના સ્થળે આવી આક્રંદ કરતા વાતાવરણમાં ગમગીની છવાઈ જવા પામે હતી.
અકસ્માત બાબતે પોલીસે કારનો નંબર મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે