ઓવર બ્રિજ ની ચાલતી કામગીરીને લઈને ડાયવર્ઝન અપાયેલા માર્ગ પર પસાર થતા ભારે વાહનોના કારણે માર્ગો પોલા બનતાં વાહનો ફસાવાની સમસ્યાઓ સજૉય…

દિવસ દરમિયાન વાહનોની અવરજવરના કારણે ઉડતી ધૂળની ડમરીઓને લઈ વિસ્તારના રહીશો પરેશાન..

પાટણ નગરપાલિકા દ્વારા ડાયવર્ઝન માર્ગ પર નિયમિત પાણીનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ ઉઠી…

પાટણ તા. 27
પાટણ શહેરના રાજમહેલ રોડ પર છેલ્લા કેટલાક દિવસોથી ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ આ ઓવરબ્રિજની કામગીરીના કારણે આ માર્ગ પરથી પસાર થતા વાહનો માટે શહેરના ટીબી ત્રણ રસ્તાથી વાળીનાથ ચોક તરફના માર્ગ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું હોય જેના કારણે દિવસ દરમિયાન અહીંયા થી હજારો વાહનો પસાર થતા હોવાથી વિસ્તારના રહીશોને પારાવાર મુશ્કેલી ભોગવી પડી રહી છે. દિવસ દરમ્યાન વાહનોને અવર જવરના કારણે આ માર્ગ પર ધૂળની ડમરી ઉડતી હોય છે તો ભારે વાહનોના કારણે માર્ગોનું પોલાણ પણ થયું હોય અવારનવાર વાહનો માર્ગોમાં ફસાઈ જવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે શુક્રવારના રોજ આ માર્ગ પરથી પસાર થઈ રહેલ ટેમ્પો ફસાતા લોકોને હાડ મારી ભોગવી પડી હતી તો ફસાયેલા ટેમ્પોને બહાર કાઢવા માટે અન્ય સાધનની મદદ લેવાની ફરજ પડી હતી.પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા ડાયવર્ઝન અપાયેલા માર્ગો પર નિયમિતપણે પાણીનો છંટકાવ કરવામાં આવે અને દબાણ થયેલા માર્ગનું પુરાણ કરી માર્ગને વ્યવસ્થિત બનાવવામાં આવે તેવી માંગ લોકોમાં પ્રબળ બનવા પામે છે.