પાટણ યુનિ.માં અનુદાનિત ગુજ૨ાતી (ભાષા) ભવન શરૂ કરવા શિક્ષણમંત્રી ને ડો. રાજુલ દેસાઈએ પત્ર લખ્યો..

પાટણ તા. 28
પાટણની હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટીમા અનુદાનિત ગુજરાતી ભાષા ભવન શરૂ કરવા રાજયના શિક્ષણ મંત્રી ને કેન્દ્રીય મહિલા આયોગના પૂવૅ સદસ્યા ડો. રાજુલબેન દેસાઈએ પત્ર લખ્યો છે.

ડો. રાજુલબેન દેસાઈએ શિક્ષણ મંત્રી ને લખેલ પત્રમાં જણાવ્યું હતું કે પાટણ નગરી એ શૈક્ષણિક અને ઐતિહાસિક નગરી છે. ત્યારે પાટણ સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના લોકો ની વર્ષો જુની માંગણી છે કે જેમના નામ ઉપરથી ઉત્ત૨ ગુજરાત યુનિવર્સીટી નુ નામકરણ થયેલ છે તે હેમચંદ્રાચાર્ય દ્વારા ગુજરાતી વ્યાકરણ ગ્રંથની રચના કરવામાં આવેલી. આ હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટી કેમ્પસમાં અલગ અલગ ભાષા ભવન છે પરંતુ ગુજરાતી ભાષા ભવન નથી. જેથી સ૨કા૨ દ્વારા અનુદાનિત ગુજરાતી ભાષા ભવન મંજુર કરી વર્ષો જુની લોકોની પડતર માંગણી ને સંતોષી યુનિવર્સીટીમાં આવતા ઉત્તર ગુજરાતના તમામ ભાષાવિદો ને ફાયદો થાય તેમ છે તથા ગુજરાતી ભાષાનો વિકાસ વધુ થાય તેમ છે. તો અંગત રસ લઇ સદ૨ અનુદાનિત ગુજરાતી ભાષા ભવન મંજુ૨ ક૨વા પાટણ તથા ઉત્તર ગુજરાતના લોકો વતી તેઓ દ્રારા રજુઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.