પાટણ લાયન્સ ક્લબના પ્રમુખે પોતાના જન્મદિવસ ની સેવાકીય કાર્યો થકી ઉજવણી કરી..

જલારામ મંદિરમાં જરૂરિયાત મંદોને મિષ્ટ ભોજન પિરસાયું તો ભૈરવ મંદિર રોડ પર પાણી ની પરબ ખુલ્લી મુકાઈ..

પાટણ તા. 28
પાટણમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા લાયન્સ ક્લબ ઓફ પાટણ ના પ્રમુખ અને પાટણ નગરપાલિકાના સ્વચ્છતા શાખાના ચેરમેન ગોપાલસિંહ ગંગાસિંહ રાજપુત ના શનિવાર ના રોજ જન્મદિન પ્રસંગે વિવિધ સેવાકીય કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા.

ગોપાલસિંહ ગંગાસિંહ રાજપુત દ્વારા પોતાના જન્મદિન પ્રસંગે શહેરના જલારામ મંદિર ખાતે ગરીબ અને જરૂરિયાત પરિવારના લોકોને મિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું. તો શહેરના ભૈરવ મંદિર રોડ પર આવેલા શ્રી ખોડીયાર માતાના મંદિર પરિસર ખાતે રાહદારીઓ માટે તેઓ દ્વારા નવનિર્માણ કરાયેલ પીવાના પાણીની ટાંકી નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

લાયન્સ ક્લબ ઓફ પાટણના પ્રમુખ ગોપાલસિંહ ગંગાસિંગ રાજપૂતના જન્મદિન પ્રસંગે આયોજિત આ સેવાકીય કાર્યક્રમમાં લાયન્સ ક્લબ પાટણના મહામંત્રી અમિષ મોદી, પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, જાયન્ટ્સ ક્લબ પાટણના પ્રમુખ રાજેન્દ્ર પટેલ, મનોજ પટેલ, મુકેશભાઈ પટેલ, રાજ મહારાજા, નટુભાઈ દરજી, સંજય પટેલ સહિત સભ્યો અને પાટણ નગરપાલિકાના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.