શંખેશ્વરમાં જૈનમુનિની દીક્ષા તિથીએ સંસ્કાર બાલ વિદ્યાલયમાં બાળકોને ભોજન જમાડાયુ..

પાટણ તા. 29
શંખેશ્વર તીર્થે તપાગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન માનવતાના મસીહા પ.પૂ.આ. શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજય મુનિરાજશ્રી નયશેખર વિજયજી મ.સા ની 17મી દીક્ષા તિથી નિમિત્તે સંસ્કાર બાલ વિદ્યાલયના બાળકોને મિષ્ટ ભોજન પિરસવામાં આવ્યુ હતુ.

પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા પ્રેમરત્ન પરીવારના આયોજન દ્વારા જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીસ ના નેજા હેઠળ સંસ્કાર બાલ વિદ્યાલયમાં નાના-નાના બાળકોને ભોજન કરાવવામાં આવેલ. આ સેવાકીય કાર્યમાં કર્મ વિરાંગના જીજ્ઞાબેન શેઠે દરેક બાળકોને ખૂબ ઉલ્લાસ અને ઉમંગ પૂર્વક સુંદર રીતે ભોજન પિરસ્યુ હતું.

આ ભોજનના લાભાર્થી શ્રીમતિ કવિતાબેન કુલીનભાઈ દેઢિયા પરિવાર ના જીત-કેવિન ગામ-કચ્છ કોડાય,હાલે મુંબઇ-મલાડ વાળા પરિવારે લાભ લીધેલ. આ પ્રસંગે પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉદાર દિલે લાભ લેનાર દાતા પરીવારની ખૂબ ખૂબ અનુમોદન કરવામાં આવેલ હતી.