જુનિયર કારકુન ની પાટણ જિલ્લામાં પરિક્ષા માટે આવેલ અનુસુચિત જાતિના ઉમેદવારો માટે રહેવા જમવાની સેવા ઉપલબ્ધ બનાવવામાં આવી..

પાટણ એ ડિવિઝન પીએસઆઈ પરમાર સહિત સમાજ આગેવાનો નુ કાયૅ સરાહનીય બન્યું..

પાટણ તા. 29
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આયોજિત જુનિયર કારકુન માટે ની લેખિત પરીક્ષાનું આયોજન રવિવાર ના રોજ સમગ્ર ગુજરાતમાં કરવામા આવેલ જેમાં ઉમેદવારોને જિલ્લા ફેર એટલે કે નજીક ના જિલ્લા ફાળવવામા આવેલ ત્યારે પાટણમાં બનાસકાંઠા ના ઉમેદવારો ફાળવેલ.

આ પરિક્ષા મા લગભગ નવલાખ જેટલાં ઉમેદવારો આ પરીક્ષા આપનાર હતા. આ સંદર્ભે પાટણમાં અન્ય જિલ્લા માંથી પરીક્ષા આપવા માટે આવેલા અનુસૂચિત જાતિના ભાઈઓ -બહેનો માટે રહેવા -જમવાની ફ્રી સગવડ ભીમ કોમ્પ્લેક્સ, ડૉ. બાબા સાહેબ આંબેડકર ચોક, લીલીવાડી, પાટણ ખાતે જાણીતા સમાજ સેવક કે જેણે આ અગાઉ LRD પોલીસ ભરતી સમયે પણ સમગ્ર ગુજરાત માં નોંધપાત્ર કહી શકાય તેવા લગભગ પાંચ હજાર થી વધુ LRD પોલીસ ઉમેદવારોને ડૉ. આંબેડકર હોલ, પાટણ ખાતે રહેવા જમવા ની ફ્રી સેવા પુરી પાડી હતી એવા બગવાડા વણકરવાસ, પાટણના રહેવાસી અને A – ડિવિઝન પોલીસ સ્ટેશન, પાટણ ખાતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર( PSI) તરીકે ફરજ બજાવતા વિનોદભાઈ મુલચંદભાઈ સોલંકી તથા કોમ્પ્લેક્ષના માલિક રાજુભાઈ જાદવ, બિલ્ડર અજયભાઇ પરમાર તથા જિલ્લા પંચાયત-પાટણ ના પૂર્વ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન પ્રવીણભાઈ રાઠોડ તેમજ અન્ય સહયોગી ધીરજભાઈ સોલંકી, ઈશ્વરભાઈ પરમાર, પ્રવીણભાઈ પરમાર, ભીખાભાઇ પરમાર, રમેશભાઈ વાણીયા, પરેશભાઈ પરમાર, મહિલા કોર્પોરેટર હિરલબેન પરમાર,મિસિસ રાજુભાઈ જાદવ સહીત અન્ય સહયોગી કાર્યકર્તા મિત્રો ના સહયોગથી પે બેક ટુ સોસાયટી ના હેતુસર ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી હતી.

સૌ ઉમેદવારો અને કાર્યકર્તાઓની હાજરીમા માયાસાતમ હોવાથી વિરમાયાદેવ તથા ડૉ. બાબાસાહેબ ની છબીને ધૂપ -દીપ પુષ્પમાળા અર્પણ કરી સૌ ઉમેદવારો ને આવકાર્ય હતા. જેમાં તમામ ઉમેદવારો ને જરૂરી અગત્ય ની સૂચનાઓ અને માર્ગદર્શન પુરૂપાડવામાં આવ્યું હતું. વિનોદભાઈ સોલંકી, પ્રવિભાઈ રાઠોડ, ધીરજભાઈ સોલંકી, પરેશભાઈ પરમારે યોગ્ય અને પ્રાસંગિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.