પેપર ફૂટવાની ધટના ને પાટણ ના ધારાસભ્ય અને સિધ્ધપુર ના પૂવૅ ધારાસભ્યે શખ્ત શબ્દો મા વખોડી..

ભાજપ સરકાર પેપર ફૂટવાની ધટના રોકી શકતી ન હોય તો જવાબદારી અમને સોંપે : ડો કિરીટ પટેલ..

પાટણ તા. 29
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્રારા જુનિયર કલાર્ક માટે ની સ્પધૉત્મક પરિક્ષા રવિવારે લેવામાં આવનારી હતી ત્યારે મોડી રાત્રે આ પરિક્ષા ના પેપર સાથે પોલીસ દ્વારા એક ઈસમની અટકાયત કરવામાં આવતા ઉપરોક્ત પરિક્ષા મૌકુફ રાખવાનો નિર્ણય કરાતા ધણા દિવસોથી પરિક્ષા ની તૈયારી કરતા લાખો ઉમેદવારો ની મહેનત ઉપર પાણી ફરી વળ્યુ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ની સરકાર મા પેપર ફૂટવાની અવિરત ચાલતી આવતી ઘટનાને પાટણ ના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ અને સિધ્ધપુર ના પૂવૅ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે સખત શબ્દોમાં વખોડી વિધાર્થીઓ ની કારકિર્દી બગાડનારા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવાની માગ કરી છે તો પાટણ ના ધારાસભ્ય ડો.કિરીટ પટેલ દ્વારા ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે તમે પેપર ફૂટવાની ધટનાઓ રોકી ન શકતાં હોય તો આ જવાબદારી અમોને સુપ્રત કરો અમે સારી રીતે આ કામગીરી નિભાવી બતાવીશું તેવુ પોતાના આત્મ વિશ્વાસ સાથે તેઓએ જણાવ્યું હતું.