પાટણ માં લાલીયા શ્વાનના આત્માની શાંતિ માટે શ્રધ્ધાંજલિ સંતવાણી કાર્યક્રમ યોજાયો..

પાટણ જિલ્લામાં સૌ પ્રથમવાર શ્ર્વાન ના આત્માની શાંતિ માટે આયોજિત કાર્યક્રમ ની જીવદયા પ્રેમીઓએ સરાહના કરી..

પાટણ તા. 29
આજના જમાનામાં માણસની માણસાઈ કરતાં પણ અબોલ પશુઓનો પ્રેમ માનવજાત પર અપરંપાર હોય છે તેની પ્રતિતિ શહેરના યશ વિહાર સોસાયટીમાં રહેતા અબોલ શ્ર્વાન લાલીયા ના અવસાન પરથી ફળીભૂત બન્યું છે.

પાટણ શહેરના અંબાજી નેળિયા વિસ્તારમાં આવેલ યશ વિહાર સોસાયટીમાં ધણા સમયથી વસવાટ કરતા અબોલ શ્ર્વાન લાલીયા પ્રત્યે સોસાયટીના રહીશો સહિત ખાસ શ્ર્વાન પ્રેમી ભરતભાઈ પ્રજાપતિ ને ખાસ લગાવ હતો. સોસાયટીમાં કોઈ પણ અજાણી વ્યક્તિ આવે કે તરત લાલીયા ને ખબર પડી જાય અને પોતાની ભાષામાં સોસાયટીમાં રહેતા લોકોને તેની જાણ કરતો જયારે સોસાયટી નો કોઈ પણ વ્યક્તિ અડધી રાત્રે સોસાયટીમાં પ્રવેશ કરે તો લાલીયો પોતાની પુછડી પટપટાવી પોતાનો હેત વરસાવતો જેના કારણે લાલીયા પ્રત્યે સોસાયટી ના સૌ કોઈ ને લાગણી બંધાઈ હતી, પરંતુ તા. 25 મી જાન્યુઆરી ના દિવસે અચાનક લાલીયા શ્વાન નું અવસાન થતાં સોસાયટી મા રહેતા અબાલ વૃધ્ધ સૌ કોઇ ને આધાત લાગ્યો એમા પણ સૌથી વધુ આધાત જીવદયાપ્રેમી એવા ભરતભાઈ પ્રજાપતિએ અનુભવ્યો હતો.

યશ વિહાર સોસાયટીમાં પરિવાર ના સભ્ય તરીકે રહેલા લાલીયા શ્વાન ના આત્માની શાંતિ માટે સમગ્ર પાટણ જિલ્લામાં કયારેય ન કરાઈ હોય તેવી શાસ્ત્રોકત મંત્રોચ્ચાર વચ્ચે અંતિમ વિધી કરી જીવદયાના લાભાથૅ ભવ્ય શ્રધ્ધાંજલિ સંતવાણી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું આ શ્રધ્ધાંજલિ સંતવાણી કાર્યક્રમ મા ગુજરાત ના ખ્યાતનામ કલાકારો મુકેશ બારોટ, ધનશ્યામ ગઢવી અને બિદુ રામાનુજ દ્ધારા રમઝટ બોલાવી લાલીયા ના આત્મા ની શાંતિ માટે પ્રાર્થના વ્યકત કરી હતી.

યશ વિહાર સોસાયટીમાં રહેતા જીવદયા પ્રેમી ભરતભાઈ પ્રજાપતિ દ્વારા સ્વગૅસ્થ લાલીયા શ્વાન ની આત્મા ની શાંતિ માટે અને જીવદયાના લાભાથૅ આયોજિત શ્રધ્ધાંજલિ સંતવાણી કાર્યક્રમ મા રોટલીયા હનુમાન પરિવાર, યશ વિહાર મિત્ર મંડળ અને પાટણ જીવદયા પરિવાર ના સભ્યોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વ.લાલીયા શ્વાન ને શ્રધ્ધા સુમન સમપિર્ત કયૉ હતા તો મેઘરાજાએ પણ અમી છાંટણા વરસાવ્યા હતાં.