પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજ ની પરિચય પુસ્તિકા ની સાતમી આવૃત્તિ નું વિતરણ કરાયું..

પાટણ તા. 30
પાચગામ લેઉઆ પાટીદાર પ્રગતિ મંડળ પાટણ ની પરિચય પુસ્તિકાની ૭ મી આવૃત્તિ તૈયાર કરવામાં આવી છે જેની સમાજના લોકો મા વહેચણીનુ કામ રવિવારે શહેરના રાધે રજવાડી હોટલ ટીબી ત્રણ રસ્તા,સુલેશ્વરી બુક સ્ટોલ. અને અંબાજી નેળીયુ. શાંતિનિકેતન સ્કુલમાં કરવામાં આવ્યું હતુ.

આ પરિચય પુસ્તિકા ના વિતરણ કાર્યક્રમ મા પ્રમુખ ડૉ.ભારતીબેન, ઉપપ્રમુખ નરેશભાઈ, મહામંત્રી રંજન બેન, સહમંત્રી રાજેન્દ્ર કુમાર, ડૉ.બિપિન પટેલ, ચિરાગ પટેલ, અલકેશ પટેલ, ઈશ્વરભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, મયુરભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, અપિતકુમાર,ઝંખના બેન અંકિતકુમાર સહિત સમાજના લોકો ઉપસ્થિત રહી પરિચય પુસ્તિકા નું વિતરણ કર્યું હતું. સમાજના જે લોકો પરિચય પુસ્તિકા ની સાતમી આવૃત્તિ લેવા માટે બાકી રહ્યા છે તેવા લોકોને આગામી રવિવારે બપોરે ૧૨-૦૦ થી ૩-૦૦ સુધીના સમય દરમ્યાન નક્ષત્ર ગ્રાફિક્સ પર થી મળવી લેવા જણાવાયું હતું.