પાટણ જિલ્લા સેવા સદન ખાતે શહીદ દિન નિમિતે બે મિનીટનું મૌન પાળી અંજલી અર્પણ કરાઈ..

પાટણ તા. 30
સોમવારે શહીદ દિન નિમિતે શહીદ વીરોની સ્મૃતિમાં સમગ્ર દેશમાં બે મિનીટનું મૌન પાળીને શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. પાટણ જિલ્લા સેવા સદન ખાતે પણ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં અધિકારીઓ અને કર્મચારીઓએ બે મિનીટનું મૌન પાળીને વીર શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

આજરોજ સ્વદેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર શહીદવીરોને સમગ્ર દેશ શ્રદ્ધાંજલી અર્પી રહ્યો છે. તેથી જિલ્લા સેવા સદન ખાતે પણ જિલ્લા કલેક્ટર સુપ્રિતસીંઘ ગુલાટી, નિવાસી અધિક કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડ તેમજ વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાની ફરજ પરથી બે મિનિટ ફાળવીને શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.