પાટણ માં બેરોજગારી થી કંટાળી યુવકે ફાંસો ખાઇ આપઘાત કર્યો

એ ડિવિઝન પોલીસ મથકે ખબર આપતા પોલીસે અકસ્માત મોત નોંધ કરી તપાસ હાથ ધરી

પાટણ શહેર માં બેરોજગારી ના કારણે યુવકે ઘરેે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી દેતાં ચકચાર મચી છે. પાટણ શહેર માં મોતીસા દરવાજા વિસ્તાર માં રહેતો 25 વર્ષનો યુવક રાહુલ રમેશ ભાઇ પરમાર શુક્રવારે તેના ઘરે એકલો હતો તેની માતા નોકરી ગયેલા હતા અને બહેનો હાજર ન હતી.

ત્યારે ઘરમાં સાડીથી ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. યુવકની માતા નોકરીથી ઘરે પરત આવ્યા ત્યારે યુવક ફાસો ખાધેલી હાલતમાં હતો. યુવકને આસપાસના લોકોના સહયોગથી નીચે ઉતારી તાત્કાલિક પાટણ સિવિલ ખાતે લઈ જવાયો હતો પરંતુ તેનું મૃત્યુ થયું હતું. આ ઘટનાની ઉષાબેન રમેશભાઈ પરમારે પાટણ શહેર એડિવિઝન પોલીસ મથકે ખબર આપતા પોલીસે અકસ્માત મોત નોંધ કરી તપાસ હાથ ધરી હતી.

આ અંગે તપાસ અધિકારી પીએસઆઇ વી.જે. પરમારે જણાવ્યું કે મૃતક રાહુલ પરમાર બેરોજગાર હતો અને તેના કારણે માનસિક વિચારોમાં રહેતો હતો જેના કારણે તેને ફાંસો ખાધો હોવાનું જણાય છે. તેની માતા આંગણવાડીમાં નોકરી કરી પરિવારનો ગુજરાન ચલાવે છે. તેના પિતા નથી. ત્રણ બહેનોનો એકનો એક ભાઇ હતો.