
આઝાદી ની લડત નો ઈતિહાસ વાંચન કરી વિધાર્થીઓ આઝાદી ને ઉજજવળ બનાવે : પદ્મશ્રી માલજીભાઈ..
પાટણ તા. 30
શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી ડી સાર્વજનિક વિધાલય પાટણ અને એન એસ સુરમ્ય બાળવાટિકા પ્રાથમિક શાળા દ્રારા રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધી ના 75 મા નિવૉણ દિને શ્રધ્ધા સુમન સમપિર્ત કરવાનો કાર્યક્રમ પદ્મશ્રી માલજીભાઈ દેસાઈના અધ્યક્ષ પદે અને મુખ્ય મહેમાન અશોકભાઈ, અતિથિ વિશેષ ધીરુભાઈ શાહ સહિતના મહેમાનોની ઉપસ્થિતમાં યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ એ જણાવેલ કે આજના બાળકોએ આઝાદ ભારત માં જન્મ લીધો છે તે તેમનું સદભાગ્ય છે કારણકે અમારા સમયમાં ભારતમાં અંગ્રેજો નું રાજ હતું તે સમયે અનેક વીર જવાન શહીદ થયા પરંતુ ભારતમાં બે વિચાર ધારા થી આઝાદી લડત ચાલુ થઈ તેમાં મહાત્મા ગાંધીજી ના નેતૃત્વમાં અહિંસક લડતમાં અંગ્રેજોનો સામનો કરી ભારતને આઝાદી મળી હતી.
મહાત્મા ગાંધીજી,સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ જેવા અનેક નેતાઓનું યોગદાન આઝાદી માટે રહયું હતું. પરંતુ તે સમયે ગાંધીજી ના વિચારો થી જોડાઈ અનેક વિધાર્થીઓએ આઝાદી માટે લડત આપી અને ગાંધીજીનું તો જીવન એજ તેમનો સંદેશ રહેલ આવા મહામાનવ ના સન્માનમાં એકસો પચાસ થી વધુ દેશે તેમના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડી છે ત્યારે આજના બાળકો એ આઝાદી ની લડત નો ઇતિહાસ વાંચન કરી ભારત ને મળેલ આઝાદી ને ઉજ્વળ બનાવી અખંડ ભારત અને ભારતમાતા ની રક્ષા કરવી જોઈએ તેમ જણાવી મહાત્મા ગાંધીજી ને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી વિધાલય ના વિકાસ માં શ્રી પાટણ જૈન મંડળ ના જૈન શ્રેષ્ઠિઓના સહકાર ની પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે શાળાના વડા ડૉ બી આર દેસાઈ દ્રારા સૌનુ શાબ્દિક સ્વાગત કરી પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ નુ શાળા પરિવાર વતી બહુમાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નું સુંદર સંચાલન પ્રાથમિક શાળા ના આચાર્ય હીરાભાઈ પ્રજાપતિ એ અને આભાર વિધિ પી.આર.દેસાઈ દ્રારા કરવામાં આવી હતી.