
જિલ્લા ના તમામ ક્ષેત્ર ના વિકાસકામો ને આવરી લઈને છેવાડાના માનવી સુધી નો વિકાસ કરાશે.
પાટણ તા. 30
પાટણ જિલ્લા પંચાયત ખાતે સોમવારે જિલ્લા પંચાયત પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને ખાસ સભા ની બેઠક મળી હતી.
આ બેઠકમાં પાટણ જિલ્લાના વિકાસના સહભાગી બનવા અને આ વિકાસને દોરને આગળ ધપાવવા અને રાજ્ય સ્તરે પાટણ જિલ્લાને વધુ અગ્રેસર બનાવવા સરકારીની ૧૫મા નાણાપંચ ની વિકાસ કામોની યોજના હેઠળ વિકાસ કામોના આયોજન નો વર્ષ.૨૦૨૩-૨૪ નો જીલ્લા વિકાસ પ્લાન તૈયાર કરવામાં આવેલ તેને વંચાણે લઈ વિચાર વિમૅશ કરી બહાલી આપવામાં આવી હતી.
૧૫ મા નાણાંપંચ અંતર્ગત ઉપલ્બધ ગ્રાન્ટ માંથી જિલ્લાના વિકાસ કામોનું આયોજન કરવામાં આવેલ છે જેમાં જિલ્લાના સમગ્ર વિસ્તારને આવરી લઇ જરુરીયાત મુજબના વિકાસ કામો આ પ્લાનમાં સમાવેશ કરવામાં આવ્યા છે.
જિલ્લામાં માળખાગત વિકાસ સેકટર અંતર્ગત કોમ્યુનીટી હોલ, પંચાયત હસ્તકના અન્ય મકાનો ના અપગ્રેડેશનન કામો, સી.સી.ટી.વી. કેમરા, એલ.ઇ.ડી.લાઇટ વગેરે કામોનું આયોજન કરેલ છે. આરોગ્ય, સામાજિક સુરક્ષા અને સામાજિક ન્યાય, પર્યાવરણ અને આબોહવા પરીવર્તન, મહિલા અને બાળ કલ્યાણ, શિક્ષણ, સફાઇ, પાણી પુરવઠા વગેરે તમામ સેકટરમાં સેકટરલ વર્કીંગ દ્વારા સુચવેલ કામોની પુરતી ચકાસણી કરી જિલ્લાનો વિકાસ પ્લાન તૈયાર થયેલ છે.

જિલ્લાના આ વિકાસ પ્લાનમાં ટાઇડ ગ્રાન્ટમાંથી નાળાના કામ, જળ શુધ્ધિકરણ પ્લાનટ, આર.ઓ. વોટર કુલર, મધ્યાહન ભોજનના શેડ, પ્રા.શાળા અને આંગણવાડીના કંપાઉન્ડ વોલ, બે ગામોને જોડતા રોડ, વીજળીકરણ, ગટર લાઇન, સફાઇના સાધનો, ડોર ટુ ડોર કલેકશન માટે ટ્રેકટર વગેરે કામોનો સમાવેશ થાય છે.
આમ જિલ્લાના તમામ વિકાસના ક્ષેત્રોને આવરી લઇ વિકાસના મીઠા ફળો આંતરિયાળ ગામડા મા છેવાડાના માનવી સુધી પહોંચાડી શકાય તેવી કામોની જોગવાઇઓ આ વિકાસ પ્લાનમાં કરવામા આવેલ છે. જેની આજની સભામાં મંજુર કરવામા આવ્યા હતા.
આ ખાસ સભામાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિબેન મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી ડી. એમ. સોલંકી સહિત જિલ્લા પંચાયત ના શાખા અધિકારીઓ, ચુંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.