આસારામ દોષિત મામલે, શિષ્યા પર બળાત્કારનો 12 વર્ષ બાદ કેસ નોંધાયો હતો, જાણો વિગતવાર કેસ

સુરત રેપ કેસમાં કોર્ટે સંત આસારામને દોષિત ઠેરવ્યા છે.  શિષ્યા પર બળાત્કાર કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે જેમાં ગાંધીનગર કોર્ટ આવતીકાલે સજા સંભળાવશે. આસારામ બાપુને કોર્ટમાં 2001 રેપ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. 12 વર્ષ બાદ 6 ઓક્ટોબર 2013ના રોજ FIR નોંધવામાં આવી હતી. જીરો નંબરથી ફરીયાદ દાખલ થયા બાદ ચાંદખેડા ટ્રાન્સફર કરવામાં આવી હતી. 

 સવારે 11 વાગ્યે સજા સંભળાવશે કોર્ટ

સુરત રેપ કેસમાં કોર્ટે સંત આસારામને સામે સજાની સુનાવણી થશે ત્યારે ગાંધીનગર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ મંગળવારે સવારે 11 વાગ્યે સજા સંભળાવશે. ગાંધીનગર કોર્ટે 2001ના રેપ કેસમાં આસારામ બાપુને દોષિત ઠેરવ્યા છે. લાંબી સુનાવણી બાદ કોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો હતો. ગાંધીનગર એડિશન ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં સુનાવણી દરમિયાન આસારામને વર્ચ્યુઅલ રીતે રજૂ કરવામાં આવ્યા હતા. 

કોર્ટે આ કેસમાં કુલ 68 લોકોના નિવેદન નોંધ્યા

10 વર્ષ જૂના કેસની સુનાવણી લાંબા સમયથી કોર્ટમાં ચાલી રહી હતી. 2001માં સુરતની બે યુવતીઓ પર બળાત્કારનો કેસ 2013માં નોંધાયો હતો. કોર્ટે આ કેસમાં કુલ 68 લોકોના નિવેદન નોંધ્યા છે. આ કેસમાં કુલ સાત લોકો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. કોર્ટે છ આરોપીઓને નિર્દોષ ગણાવ્યા અને આસારામને દોષિત ઠેરવ્યા. કુલ સાત આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી જેમાં કોર્ટે 6 આરોપીઓને નિર્દોષ અને આસારામને દોષિત જાહેર કર્યા છે. કોર્ટે આ કેસમાં કુલ 68 લોકોના નિવેદન નોંધ્યા છે. આ કેસમાં કુલ સાત લોકો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. 

હાલ રાજસ્થાનની જેલ બંધ છે આસારામ

આ કેસમાં આસારામ પર સુરતની બે યુવતીઓએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. કોર્ટે લાંબી સુનાવણી પછી આરોપો સાચા ગણ્યા અને આસારામને દોષિત ઠેરવ્યા જ્યારે નાની બહેને આસારામના પુત્ર નારાયણ સાંઈ પર બળાત્કારનો આરોપ લગાવ્યો. જેમાં આસારામ સિવાય પરીવાર અને અનુયાયીઓ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આસારામ હાલ જોધપુર જેલમાં બંધ છે. 2018 માં, જોધપુર કોર્ટે તેને 16 વર્ષની છોકરી સાથે બળાત્કાર કરવા માટે દોષી ઠેરવ્યો હતો. આ પછી આસારામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.