પાટણ નાયબ કલેકટર નું ઇન્સ્ટાગ્રામ માં ખોટું એકાઉન્ટ બનાવી પૈસાની માગણી કરાઈ…

નાયબ કલેકટર દ્વારા એકાઉન્ટ હેક કરાયું હોય નાણાકીય વ્યવહાર ના કરવા અપીલ કરાઈ..

પાટણ તા. 31
પાટણ જિલ્લા નાયબ કલેકટર પ્રદીપસિંહ રાઠોડ ના નામનું ખોટું એકાઉન્ટ કોઈ અજાણ્યા ઈશમ દ્વારા બનાવી તેમના મિત્ર વર્તુળ પાસે પૈસાની માગણી કરવામાં આવતી હોવાનું સામે આવતા નાયબ કલેકટર દ્વારા લોકોને નાણાકીય કોઈપણ વ્યવહાર ના કરવા અપીલ કરવામાં આવી છે.

પાટણમા નાયબ જિલ્લા કલેકટર પ્રદીપસિંહ રાઠોડના નામનું ખોટું ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ બનાવી કોઈ અજાણ્યા ઈશમ દ્વારા તેમાંથી તેમના મિત્ર સર્કલ અને લોકોને પૈસાની ફોન પે મારફતે અલગ અલગ રકમ નાખવા માટે મેસેજ કરવામાં આવી રહ્યા હતા. જેની જાણ અધિક કલેકટર ને થતા આ બાબતે તાત્કાલિક ધોરણે પોતાના મિત્ર સર્કલ વર્તુળ અને લોકો ને નાણાકીય છેતરપિંડી ના થાય તેવા હેતુથી કોઈપણ નાણાકીય વ્યવહાર મારા નામથી ના કરવા માટે facebook માં પોસ્ટ કરીને જાણ કરવામાં આવી છે તો આ બાબતે નાયબ કલેકટર દ્વારા પોલીસને પણ જાણ કરાઇ હોવાનું જાણવા મળ્યું છે.