પાટણમાં પાલિકા ની મંજૂરી વગર ચાલતા ચૈતન્ય ટેકનો સ્કુલ ના બાધકામ ને પાલિકા દ્રારા નોટિસ આપી અટકાવ્યુ..

પાટણ તા. 31
પાટણ શહેરમાં ઉંઝા હાઈવે પર વગર મંજુરીએ વિધાર્થીઓની એડમિશન પ્રક્રિયા શરૂ કરવાની સાથે શાળાના બિલ્ડીગ બાધકામ માટે પણ કોઈ પણ પ્રકારની પાલિકા ની મંજૂરી મેળવ્યા વીના બાધકામ શરૂ કરનાર ચૈતન્ય ટેકનો સ્કૂલ ના સંચાલક ને પાટણ નગર પાલિકા દ્વારા નોટીસ આપી પાલિકા ની મંજૂરી વગર બાધકામ નહિ કરવા સૂચિત કરવામાં આવ્યા હોવાનું પાલિકા ની બાધકામ શાળાના સવૅયર દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું.

પાટણ નગર પાલિકા દ્વારા અપાયેલ નોટિસ મા જણાવ્યું હતું કે પાટણ શહેરમાં ઉંઝા તરફ જવાના રસ્તા ઉપર આવેલ હાંસાપુર ગામ પાસે, રોડ સાઈડે ટાટા મોટર્સનો શોરૂમ આવેલ છે. અને તે શોરૂમની સામે બાજુએ મોજે હાંસાપુર તા.જી. પાટણના રે.સ.નં.૩૦૭ પૈકી ની જગ્યામાં ચૈતન્ય ટેકનો સ્કુલ દવારા શૈક્ષણીક હેતુ માટે (હાયર સેકન્ડરી) ના મકાનનું બાંધકામ ચાલુ કરવામાં આવેલ છે. આ મકાનનું સ્થળ ઉપર ગ્રાઉન્ડ ફલોર તથા ફર્સ્ટ ફલોર સુધીના ધાબા લેવલેનું કામ પૂર્ણ કરી આંતરીક ભાગે ચણતર કામ ચાલુ કરવામાં આવેલ છે. વધુમાં આપના દવારા સવાલવાળી જગ્યામાં બાંધકામ પરવાનગી મેળવવાના કામે તા.૧૦/૦૧/૨૦૨૩ થી સ્ક્રુટીનીટી ફી ભરપાઈ કરી તે લગતની ફાઈલ તા.૨૬/૦૧/૨૦૨૩ ના રોજ અત્રેની કચેરીને જમા કરાવેલ છે. એટલેકે આપના દવારા સદરહું જગ્યામાં પરવાનગી મેળવ્યા વગર અને પરવાનગી વગર એટલેકે બિન પરવાનગી થી ઉપર જણાવ્યા મુજબની વિગતે શૈક્ષણીક હેતુના મકાન માટેનું બાંધકામ કરવામાં આવી રહેલ છે. જેથી તમોને આ નોટીસ આપી જણાવવામાં આવે છે કે આ નોટીસ મળેથી આપના દવારા કરવામાં આવી રહેલ બીન પરવાનગી બાંધકામ બંધ કરવું અને તેની જાણ અત્રેની કચેરીને કરવી. અન્યથા નગરપાલિકા દવારા આપની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જણાવાયું હોવાનું જાણવા મળ્યું છે.