રાધનપુર-સમી હાઈવે માગૅ પર કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માત માં એકનું મોત..

ભાભર થી અમદાવાદ જઈ રહેલા પરિવારને અકસ્માત નડતા અને એક સભ્યનુ મોત નિપજ્તા પરિવાર મા ગમગીની છવાઈ..

પાટણ તા.1
પાટણના હાઇવે માર્ગો પર છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે જેમાં અનેક નિર્દોષ માનવ જિંદગી મોતના મુખમાં ધકેલાતી રહી છે ત્યારે વધુ એક માર્ગ અકસ્માત નો બનાવ બુધવારના રોજ રાધનપુર સમી હાઇવે માર્ગ પર કાર અને ટ્રક વચ્ચે સર્જાતા કારમાં બેઠેલ એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપસતા પ્રકાશ મા આવવા પામ્યો છે.

ભાભર થી અમદાવાદ કારમાં જઈ રહેલ પરિવાર રાધનપુર થી સમી હાઈવે માર્ગ પર પહોંચ્યા હશે ત્યારે સામેથી આવી રહેલ ટ્રક સાથે કાર અથડાતા કારના આગળનો ભાગ ભુક્કો બોલી ગયો હતો જેના કારણે કારમાં બેઠેલા એક શખ્સનું ઘટના સ્થળે કરુણ મોત નિપજ્તા પરીવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. અકસ્માતના બનાવની જાણ લોકોને થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી અકસ્માત ગ્રસ્ત વાહનોને માર્ગ પરથી દૂર કરવાની તજવીજ હાથ ધરી મૃતક ની લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પાટણ જિલ્લાના રાધનપુર હાઇવે માર્ગ પર દિન પ્રતિ દિન વધી રહેલા માર્ગ અકસ્માતના બનાવને લઈને હાઇવે ટ્રાફિક પોલીસ દ્વારા પૂરપાટ અને ગફલત ભરી રીતે વાહનો હકારતા ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરી વધતા જતા માર્ગ અકસ્માતના બનાવોને અટકાવવા લોક માંગ પ્રબળ બની છે.